સુરત(Surat): શહેરના પાંડેસરા(Pandesara) વિસ્તારમાં ફાયર સ્ટેશન(Fire station) હેતુ માટે પ્લોટ જોવા માટે ગયેલી નગર પાલિકાના અધીકારીઓની ટીમે પાલિકાના પ્લોટ પર દારૂનો ગેરકાયદે અડ્ડો ધમધમી રહ્યો હતો તેને જોતાં અધિકારીઓની આંખો પહોળી થઇ ગઈ હતી. ત્યારે નવાઈની વાત એ છે કે, આ સ્થળથી ફક્ત 5 મિનિટના સમય અંતરે પાંડેસરા પોલીસ સ્ટેશન(Pandesara Police Station) છે. ત્યારબાદ પાલિકાની ટીમે અડ્ડાને તોડી નાખ્યો હતો અને તેણે પોલીસને જાણ કરી હતી.
શહેરના પાંડેસરા વિસ્તારમાં બેંક ઓફ બરોડાની બાજુમાં પાલિકાની માલિકીનો પ્લોટ આવેલ છે, જે જગ્યા પર પહેલા જૂનું ફાયર સ્ટેશન હતું તે ફાયરસ્ટેશનને અગાઉ ઉતારી પાડવામાં આવ્યું હતું અને હાલમાં પાલિકાનો આ પ્લોટ ખુલ્લો જ પડ્યો હતો.
શુક્રવારના રોજ સવારે ફાયર વિભાગના ડેપ્યુટી કમિશનર એન.વી. ઉપાધ્યાય, ઉધનાના એડીશનલ સીટી ઇજનેર ડી.સી. ભગવાગર, એક્ઝિક્યુટિવ ઇજનેર સુજલ પ્રજાપતિ સહિતના અધિકારીઓની ટીમ આ પ્લોટને જોવા માટે પહોચી ચુકી હતી. ત્યારબાદ આ વિસ્તારમાં પાલિકા નવું ફાયર સ્ટેશન બનાવવા માંગતી હોવાથી જુદા જુદા પ્લોટ જોવા માટે જઈ રહી હતી અને તેણે આ પ્લોટ જોવા ગયા ત્યાં દારૂનો અડ્ડો ધમધમી રહ્યો હતો.
આ દરમિયાન અધિકારીઓની ટીમ સ્થળ પર પહોંચતની સાથે જ પ્લોટ પર અને આજુ બાજુ બેરોકટોક દારૂના અડ્ડા ધમધમી રહ્યા હોવાનું જોતા જ સરકારી અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. દારૂના અડ્ડા પર અધિકારીઓની ટીમને જોતાં જ ત્યાં નાસભાગ મચી જવા પામી હતી અને દેશી-ઇગ્લીશ દારૂના પોટલાં ત્યાને ત્યાં છોડીને બુટલેગર સહિતના લોકો ત્યાંથી ભાગી છૂટયા હતા. પાલિકાની માલિકીનો પ્લોટ હોવાથી દારૂના અડ્ડા માટેની કેબિનોનું ઉધના ઝોન દ્વારા તરત જ તોડી પાડવામાં આવ્યો હતો.
ત્યારે સવાલ એ ઉઠી રહ્યા છે કે, સરકારી જગ્યા પર જ દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે તેમ છતાં પણ સરકારી અધિકારીઓને ખબર નથી કે પછી ખબર હોવા છતાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. સરકારી જગ્યા પર જ જો દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે તો પછી સરકાર દ્વારા કે સરકારી તંત્ર દ્વારા કેમ કોઈ એક્શન લેવામાં નથી આવી રહ્યું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.