હાલ રાજ્યમાં સાંબેલાધાર વરસાદ વરસ્યો છે. ખાસ કરીને રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે સુરત શહેરની વાત કરીએ તો, સુરતમાં 883 મિમી વરસાદ પડી ચુક્યો છે. ભારે વરસાદથી જનજીવન પર ઘણી અસર પડી હતી. સામાન્ય રીતે સિઝનનો કુલ વરસાદ 1450 મિમી નોંધતો હોય છે, પરંતુ છેલ્લા એક જ અઠવાડિયામાં 883 મિમી વરસાદ નોંધાઈ ચુક્યો છે.
નુકશાનની વાત કરીએ તો સુરત શહેરમાં 2,817 કિમિ જેટલા રસ્તાઓ સમગ્ર શહેરમાં આવ્યા છે. જેમાંથી ભારે વરસાદથી 7 કિમિ ના રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા છે. હવામાન વિભાગે રાહતના સમાચાર આપતા જ આ તમામ રસ્તાઓનું આજે સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું છે. સાથોસાથ તમામ અન્ય પ્લાન્ટ ને પણ ચાલુ કરી દેવાયા છે.
ભારે વરસાદથી 72 જંકશન એવા છે જ્યાં રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયાં છે, અને સામાન્ય જનતાને તકલીફ ઉભી થઇ હતી. હાલ તેનું પણ સમારકામ ચાલુ કરી દેવામાં આવ્યું છે. તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ત્રણ દિવસની અંદર આ તમામ રસ્તાઓ ને રીપેર કરી દેવાશે. સાથોસાથ વધુમાં જણાવ્યું હતું કે, 1064 મેટ્રિક ટન મટીરીયલ વાપરીને કામગીરી શરુ કરાઈ છે અને મુખ્ય માર્ગો ને સીસી રોડ કરવાની કામગીરી હાથ ધરાઈ છે.
ભારે મેઘ વર્ષાથી જ્યાં જ્યાં રોડ ધોવાઇ ગયા છે, ત્યાં કોન્ટ્રાક્ટરો ના ખર્ચે રોડ રીપેર કરવામાં આવશે, અને નોન DLP રોડમાં પાલિકા ખર્ચો કરશે. જ્યાં જ્યાં DLP રોડ ધોવાયો છે ત્યાં કોન્ટ્રાકટર ના ખર્ચે કામગીરી થશે. ખાસ કરીને જ્યાં મોટા સર્કલ આવ્યા છે તેની આસપાસ સીસી રોડ બનાવવાની કામગીરી કરાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.