એક મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયા આટલા ફેરફાર: દેશભરમાં જાણો આજનો નવો ભાવ

દેશના તમામ મહાનગરોમાં પેટ્રોલના ભાવ હવે 100 રૂપિયા પ્રતિ લિટરને પાર કરી ગયા છે. ચેન્નઈમાં પેટ્રોલની કિંમત 102.49 રૂપિયા પ્રતિ લિટર અને કોલકાતામાં 101.08 રૂપિયા પ્રતિ લીટર છે. બંને શહેરોમાં ડીઝલની કિંમત અનુક્રમે 94.39 અને 93.02 રૂપિયા પ્રતિ લીટર છે.

દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત 30 મા દિવસે એટલે કે છેલ્લા એક મહિનાથી સ્થિર છે. સપ્તાહની શરૂઆતમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. દિલ્હીમાં પેટ્રોલની કિંમત હાલમાં 101.84 રૂપિયા પ્રતિ લિટર છે, જ્યારે ડીઝલ પણ સોમવારે 89.87 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.

દેશભરમાં પણ ઈંધણના ભાવ યથાવત છે. તમને જણાવી દઈએ કે 18 જુલાઈથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. મુંબઈ શહેરમાં પેટ્રોલની કિંમત 107.83 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 97.45 રૂપિયા પ્રતિ લીટર છે, જે મહાનગરોમાં સૌથી વધુ છે.

તમામ મહાનગરોમાં પેટ્રોલના ભાવ હવે 100 રૂપિયા પ્રતિ લિટરને પાર કરી ગયા છે. ચેન્નઈમાં પેટ્રોલની કિંમત 102.49 રૂપિયા પ્રતિ લિટર અને કોલકાતામાં 101.08 રૂપિયા પ્રતિ લીટર છે. બંને શહેરોમાં ડીઝલની કિંમત અનુક્રમે 94.39 અને 93.02 રૂપિયા પ્રતિ લીટર છે.

અહી ઉલ્લેખનીય છે કે, દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યે નવી કિંમતો લાગુ થઇ જાય છે. પેટ્રોલ તથા ડીઝલની કિંમતમાં ડીલર કમિશન, એક્સાઈઝ ડ્યૂટી અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ તેમના ભાવ બમણા થઈ જાય છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડ ઓઈલનો ભાવ શું છે તેને આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. જેના માપદંડોને આધારે પેટ્રોલના ભાવ અને ડીઝલના ભાવ નક્કી કરવાનું કામ તેલ કંપનીઓ કરે છે.

પેટ્રોલ-ડિઝલનો ભાવ તમે SMS દ્વારા પણ જાણી શકો છો. ઇંડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર તમારે RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર મોકલવાનો રહેશે. જયારે બીપીસીએલ ગ્રાહકો RSP લખીને 9223112222 પર મેસેજ મોકલવાનો રહેશે અને એચપીસીએલ ગ્રાહકો HPPrice લખીને 9222201122 પર મેસેજ કરીને પેટ્રોલ-ડિઝલનો ભાવ જાણી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *