CM રૂપાણીને સુરતના જાગૃત નાગરિકે આપી નોટીસ: જવાબ આપો તમે ગુજરાતીઓને શા માટે છેતર્યા?

વિશ્વભરમાં ફેલાયેલી કોરોના મહામારીથી આપણો દેશ અને રાજ્ય પણ બાકાત રહ્યા નથી. આ મહામારીને નાથવા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ લોકડાઉનને પગલે ધંધા…

વિશ્વભરમાં ફેલાયેલી કોરોના મહામારીથી આપણો દેશ અને રાજ્ય પણ બાકાત રહ્યા નથી. આ મહામારીને નાથવા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ લોકડાઉનને પગલે ધંધા વ્યવસાય બંધ થઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ખાસ કરીને રોજેરોજનું રળી ખાનાર શ્રમિક વર્ગને ભૂખે મરવાનો વારો આવ્યો છે. જો કે સરકાર અને સંખ્યાબંધ સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ દાતાઓ અવિરત સેવાકાર્યો કરીને લોકોને રાહત આપવાનો પ્રયાસ કરી રજ્ઞા છે.

સરકાર દ્વારા પણ વિવિધ યોજનાઓ જાહેર કરીને અમલમાં મુકાઈ રહી છે. તાજેતરમાં ગુજરાત સરકારે આવી જ એક યોજના ‘આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના જાહેર કરી જે અંતર્ગત લોકોને બેંક દ્વારા ૧ લાખ રૂપિયાની સરળ લોન મળી રહેશે. જો કે સરકારની આ યોજનાને છેતરપિંડી ગણાવીને તેને હાઈકોર્ટમાં પડકારવાની તૈયારી થઈ રહી છે.

સુરત શહેરના વેપારી અને સામાજિક કાર્યકર સંજય ઈજાવાએ તેમના વકીલ દ્વારા મુખ્યમંત્રી રૂપાણી અને આરોગ્ય મંત્રી કાનાણીને આ યોજનાની જાહેરાત અન્વયે કાયદેસર નોટિસ આપી છે. આ નોટિસમાં જણાવ્યા અનુસાર મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીએ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના જાહેર કરીને સોશિયલ મીડિયામાં એવી જાહેરાત કરી હતી કે ‘લોન લેવા કોઈ ગેરંટર નહીં અને સરળ પ્રક્રિયા હશે. માત્ર અરજી કર્યાથી લોન મળશે અરજી ફોર્મ ફી કે અન્ય કોઈ રકમ લેવામાં નહીં આવે’.

આ અરજીને પગલે લોકોએ તેના વિતરણની જાહેર થયેલ તારીખે ફોર્મ મેળવવા માટે બેંકો પર ધસારો કર્યો હતો. પરંતુ બેંક દ્વારા ફોર્મ આપવાની સાથે ઈન્કમટેક્સ રિટર્ન, આવકના પુરાવા, જામીનદારો વગેરે જરૂરિયાતનું લિસ્ટ પણ લોકોને પકડાવી દેવામાં આવ્યું હતું. જેથી સોશિયલ મીડિયામાં આ યોજના અંગે કરેલી જાહેરાત ભ્રામક અને છેતરામણી પુરવાર થઈ છે.

આ અંગે સંજય ઈજાવાએ તેમના વકીલ ગીરીશ વી.હારેજા દ્વારા મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીને નોટિસ આપી ‘આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનામાં સરળતાથી અરજી કરવાથી જામીન કે કોઈ જાતના પુરાવા વગર લોન સહાય મળી રહે તેવું જાહેર કરવાની માગ કરવા સાથે દિવસ ૭માં જવાબ આપવા વિનંતી કરી છે. જો જવાબ આપવામાં નહીં આવે તો લોકો સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરાયા બાબતે આ યોજનાને હાઈકોર્ટમાં પડકારવાની તૈયારી કરાઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *