સોશિયલ મીડિયા પર આજકાલ ભગવાન ગણેશના અનોખા ભક્તના દર્શન થઈ રહ્યા છે અને જેની ભક્તિ જોઈને દરેક કોઈ હેરાન રહી ગયું છે. આ ભક્ત બીજું કોઈ નહીં પરંતુ એક પ્રાણી એટલે કે, એક બિલાડી છે.
भक्ति भाव से सराबोर.?
VC: SM pic.twitter.com/FeoStG89N2— Awanish Sharan (@AwanishSharan) August 30, 2020
વીડિયોમાં તમે જોઈ શકો છો કે લોકો આરતી ગાય રહ્યા છે, બિલાડી પાછળ ઉભી રહીને તાળી વગાડી ગણેશજીની ભક્તિમાં લીન છે. જો કે આમા ગણેશજીની પ્રતિમા નથી બતાવવામાં આવી. હોઈ શકે છે કે બીજાને જોઇને તે પણ નકલ કરવાની કોશિશ કરી રહી હોય. આ વીડિયો વાયરલ થયા બાદ કેટલાક યુઝર્સ સવાલ કરી રહ્યા છે તો કેટલાક લોકો તેના વખાણ પણ કરી રહ્યા છે.
કેટલાક યુઝર્સનું કહેવું છે કે આરતી ને પાછળથી જોડવામાં આવી છે, જેનાથી લાગી રહ્યું છે કે તે આરતી ઉપર તાળી વગાડી રહી છે. તેમજ કેટલાક લોકોનું કહેવું છે કે આનાથી આ સાબિત થાય છે કે ભગવાન દરેક જગ્યાએ છે. જોકે આ વિડીયો ક્યારનો અને ક્યાંનો છે તેની જાણકારી પ્રાપ્ત થઇ નથી. હાલમાં સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews