મહારાષ્ટ્ર: આજકાલ સોશિયલ મીડિયાને લીધે દરરોજ આપણને ઘરે બેઠા દુનિયાના કોઈપણ છેડાના સમાચાર ઘરે બેઠા જાણી શકીએ છીએ. જાણવી દઈએ કે, હમણાં જ મહારાષ્ટ્રના બીડે જિલ્લના સરકાર અંતર્ગત રોડ બનાવવાનું કામ ચાલતું હતું. જ્યાં રોડ બનાવી રહેલ એક વ્યક્તિએ અચાનક જ એક એવી વસ્તુ મળી આવી કે તેણે પોતાનું કામ બંધ કરી દીધું.
જણાવી દઈએ કે, અહિયાંથી ખોદકામ દરમિયાન મજૂરોને ભગવાનની ખુબ પ્રાચીન મૂર્તિ મળે છે. જે બહુ જ વર્ષો જૂની છે એવું કહેવામાં આવે છે. મજુર વ્યક્તિ ત્યારે હેરાન થઇ ગયો જયારે તેણે એક કાળો સાંપ પણ એ મૂર્તિની આસપાસ લપેટેલો છે. મળતી માહિતી મુજબ, એ કાળો સાંપ લગભગ ત્રણ કલાક સુધી મૂર્તિ સાથે લપેટાયેલો રહ્યો હતો. વાત એમ હતી કે, બીડ જિલ્લામાં રસ્તાના ખોદકામનું કામ ચાલુ હતું અને તે સમયે અમ્બેજોગઇમાં પ્રાચીન મૂર્તિ નીકળી છે તેની આસપાસ સાપ પણ હતો. આ વાત બધે જ વાયુવેગે ફેલાય ગઈ છે.
ત્યારબાદ, સાંપ અને મૂર્તિને જોવા અનેક લોકો આવતા હતા. બાદમાં ત્યાં ખોદકામ રોકી દેવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે, ખોદકામ દરમિયાન એ મૂર્તિનો ફક્ત અડધો જ ભાગ મળ્યો છે અને તેના બાકીના ભાગને શોધવાનું કામ ચાલુ જ છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ મૂર્તિ ભગવાન સૂર્યનારાયણની છે. જાણકારોનું આ મૂર્તિ વિષે કહેવું છે કે, આ મૂર્તિ 11મી સદીની હોઈ શકે છે. જાણવા મળ્યું છે કે, આ સમય દરમિયાન યાદવ સામ્રાજ્યનું કોઈ ગામ અહીંયા હતું.
બીજી બાજુ મૂર્તિ મળ્યા પછી આસપાસના લોકો અહીંયા આવીને પૂજા પાઠ કરવા લાગ્યા છે. આ વાત જેવી સામે આવી કે તરત જ અમુક લોકો ભેગા થયા અને તેમનામાં પણ ભગવાનની મૂર્તિ જોવાની આસ્થા લાગી ગઈ. જણાવી દઈએ કે, હજી સુધી ભારતીય પુરાતન વિભાગે અહીંયા કોઈ તપાસ કરી નથી. લોકોનું કહેવું છે કે, પુરાતન વિભાગના લોકો અહીંયા આવે અને અહીંયા ખોદકામ કરે છે. કારણ કે, અહિયાંથી ઘણી મૂર્તિઓ મળે છે. આજે સોશિયલ મીડિયા પર આ મંદિરના અનેક ફોટો પણ વાઈરલ થઇ રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.