પાઇપમાં ફસાયેલી હતી એવી વસ્તુ કે ફ્લશ કરતાની સાથે જ ટોયલેટ સીટ ફાટી અને છોકરાના થઈ ગયા આવા હાલ

Noida Blast In Toilet Seat: ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડાથી એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક ઘરમાં પશ્ચિમી ટોયલેટ સીટ જોરદાર ધડાકા સાથે ફાટી ગઈ હતી. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે ત્યાં ઉભેલા છોકરાને ગંભીર ઈજા થઈ હિત. તેની (Noida Blast In Toilet Seat) સારવાર JIMS હોસ્પિટલમાં ચાલી રહી છે. આ ઘટના બીટા 2 પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. ઘાયલ યુવકના પરિવારે આ અકસ્માત મિથેન ગેસના વિસ્ફોટને કારણે થયો હોવાની શંકા વ્યક્ત કરી છે.

મળતી માહિતી મુજબ, સેક્ટર-36 માં આવેલ ઘર નંબર C-364 સુનિલ પ્રધાનનું છે. ઘરના બાથરૂમમાં પશ્ચિમ શૈલીનું શૌચાલય છે. તેનો 20 વર્ષનો પુત્ર આશુ નાગર શનિવારે બપોરે 3 વાગ્યે બાથરૂમમાં ગયો હતો. ટોઇલેટ ગયા બાદ પાણી રેડવા માટે ફ્લશ ચાલુ કરતાની સાથે જ શૌચાલયની સીટ જોરદાર ધડાકા સાથે ફૂટી ગઈ. ત્યારબાદ ત્યાં આગ લાગી ગઈ હતી.

આગને કારણે આશુનો ચહેરો, હાથ, પગ અને ગુપ્તાંગ બળી ગયા હતા. વિસ્ફોટનો અવાજ અને આશુની ચીસો સાંભળીને પરિવારના અન્ય સભ્યો ત્યાં પહોંચી ગયા. આશુને તાત્કાલિક બહાર કાઢીને JIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. ડોક્ટરોનું કહેવું છે કે આશુને સ્વસ્થ થવામાં સમય લાગશે.

આશુના પિતા સુનિલ પ્રધાને શૌચાલયમાં મિથેન ગેસ જમા થવાને કારણે અકસ્માત થવાની આશંકા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે વોશરૂમ અને રસોડાની વચ્ચે શાફ્ટમાં એસી એક્ઝોસ્ટ લગાવવામાં આવે છે. તેની પાછળ ગ્રીન બેલ્ટ છે. તેમનું એમ પણ કહેવું છે કે શૌચાલયનો નિયમિત ઉપયોગ થાય છે. આવી સ્થિતિમાં, વિસ્ફોટના કારણોની તપાસ થવી જોઈએ.

મિથેન ગેસ ફસાઈ જવાની આશંકા
સ્થાનિક લોકોનું કેહવું છે કે ગ્રેટર નોઈડામાં ગટરની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. પહેલા ગટરમાં વેન્ટ પાઈપો લગાવવામાં આવતી હતી, જેના કારણે મિથેન ગેસ સરળતાથી બહાર નીકળી શકતો હતો. પરંતુ હવે આવી કોઈ વ્યવસ્થા નથી. પાઇપની અંદર ગેસ જમા થતો રહે છે અને ગમે ત્યારે વિસ્ફોટ થઈ શકે છે. સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું હતું કે પી-3 રાઉન્ડઅબાઉટ પાસે ઉદ્યમન હોટલ પાસે ગટર લાઇન છેલ્લા દોઢ વર્ષથી તૂટી ગઈ છે. અધિકારીઓને ઘણી વખત ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. લોકોએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે ગટર વિભાગમાં એવા અધિકારીઓ છે જેમને ટેકનિકલ જ્ઞાન નથી.