સોનાક્ષી સિન્હાના લગ્નથી પિતા શત્રુઘ્ન સિન્હા નાખુશ; કહ્યું – ‘આજકાલનાં બાળકો કંઈ પૂછતાં નથી…’…

Sonakshi Sinha Wedding: બોલીવુડ સ્ટાર શત્રુઘ્ન સિન્હાની દીકરી સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના લગ્ન  23 જુને થવા જઈ રહ્યા છે. ત્યારે આ મામલે શત્રુઘ્ન સિન્હા બાદ હવે તેમના પુત્ર લવ સિન્હાએ તેમની બહેન અભિનેત્રી સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના લગ્ન પર પ્રતિક્રિયા આપી છે. તેણે તેના તાજેતરના ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે આ બધામાં પડવા નથી માંગતો. સોનાક્ષી અને ઝહીરના લગ્નમાં(Sonakshi Sinha Wedding) તેની તરફથી કોઈપણ પ્રકારની ભાગીદારી લેવાનો ઈન્કાર કરી દીધો છે. હવે એવી અટકળો ચાલી રહી છે કે સોનાક્ષી તેના પરિવારની વિરુદ્ધ જઈને ઝહીર સાથે લગ્ન કરવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સોનાક્ષી આ મહિને 23 જૂને ઝહીર સાથે લગ્ન કરવા જઈ રહી છે.

એક ઇન્ટરવ્યુમાં લવ સિન્હાએ કહ્યું કે તે હાલ મુંબઈમાં નથી. આ સિવાય તેણે કહ્યું કે મારે આ બાબત સાથે કોઈ લેવાદેવા નથી. મારો આના પર પ્રતિક્રિયા આપવાનો અથવા કોઈપણ રીતે સામેલ થવાનો કોઈ ઈરાદો નથી. તે આ ચર્ચાથી પોતાને દૂર રાખવા માંગે છે.

જાણો શું કહ્યું શત્રુઘ્ન સિન્હાએ
તમને જણાવી દઈએ કે લવ સિન્હા પહેલા તેમના પિતા શત્રુઘ્ન સિન્હાએ રિએક્શન આપતા કહ્યું હતું કે તેમની દીકરી સોનાક્ષીએ તેમને અત્યાર સુધી લગ્ન વિશે કશું કહ્યું નથી. આ સાથે તેણે સોનાક્ષી વિશે કંઈક એવું કહ્યું જેનાથી એવી અટકળો વધી રહી છે કે શું દિગ્જ્જ અભિનેતા અને TMC સાંસદ શત્રુઘ્ન પણ આ સંબંધથી ખુશ નથી.

શત્રુઘ્ન સિંહાએ કહ્યું હતું કે ‘હું અત્યારે દિલ્હીમાં છું. ચૂંટણીના પરિણામો પછી હું અહીં આવ્યો છું. મેં મારી દીકરીની પ્લાન વિશે કોઈને વાત કરી નથી. અને વધુમાં તેમણે જણાવ્યું કે શું  તો તમારો પ્રશ્ન એ છે કે, શું તે લગ્ન કરી રહી છે? જવાબ એ છે કે તેણે મને આ વિશે કશું કહ્યું નથી. હું માત્ર મીડિયામાં જે વાંચું છું તે જ જાણું છું. જો તે મને ખાતરી આપે છે કે તે લગ્ન કરી રહી છે, તો હું અને મારી પત્ની તેમને (સોનાક્ષી અને ઝહીર ઈકબાલ) અમારા આશીર્વાદ આપીશું. અમે ઈચ્છીએ છીએ કે તે હંમેશા ખુશ રહે.

શત્રુઘ્ન સિન્હાને તેમની દીકરી પર વિશ્વાસ છે,
શત્રુઘ્ન સિન્હાએ વધુમાં કહ્યું, ‘અમને અમારી દીકરીના નિર્ણય પર પૂરો વિશ્વાસ છે. તે ક્યારેય કોઈ ખોટો નિર્ણય નહીં લે. પુખ્ત વયે તેને પોતાના નિર્ણયો લેવાનો અધિકાર છે. હું એમ પણ કહેવા માંગુ છું કે જ્યારે પણ મારી પુત્રીના લગ્ન થાય છે, ત્યારે હું લગ્નના વરઘોડાની સામે જ નાચવા માંગુ છું. મારી નજીકના લોકો મને પૂછે છે કે મને આના વિશે કેમ કઈ ખબર નથી જયારે મીડિયાને પણ તેની જાણ છે. હું એટલું જ કહીશ કે આજના બાળકો તેમના માતા-પિતાની સંમતિ લેતા નથી, તેઓ માત્ર તેમને જાણ કરે છે. અમે પણ રાહ જોઈ રહ્યા છીએ કે ક્યારે તેઓ અમને જણાવશે કે તેઓ લગ્ન કરી રહ્યા છીએ.