બોલિવૂડ એક્ટર સોનુ સૂદે(Sonu Sood) કોરોના(Corona) વાયરસની પ્રથમ લહેર અને બીજી લહેરમાં તમામ જરૂરિયાતમંદો માટે હાથ લંબાવ્યો છે. સ્થળાંતર કરનારાઓને બસ દ્વારા ઘરે મોકલવાથી લઈને મેડિકલ બિલ ભરવા સુધી, સોનુ સૂદે લોકોને મદદ કરી. તેમના ઉમદા કાર્ય માટે ચારેય બાજુ તેમની પ્રશંસા થઈ રહી છે.
સોનુ સૂદ આ વખતે તેની બહેન સાથે લોકોની મદદ કરવા તૈયાર છે. ભાઈ-બહેનની જોડીએ મંગળવારે મોગાની શાળાની છોકરીઓ અને સામાજિક કાર્યકરોને 1000 સાયકલનું વિતરણ કર્યું. મોગા આસપાસના 40-45 ગામોના વિદ્યાર્થીઓએ તેમના અભિયાનનો લાભ મેળવ્યો.
સોનુ સૂદે જણાવ્યું હતું કે, શાળા અને ઘર વચ્ચેનું અંતર ખરેખર ઘણું લાંબુ છે, જેના કારણે વિદ્યાર્થીઓ માટે સખત ઠંડીમાં વર્ગમાં હાજરી આપવાનું મુશ્કેલ બને છે. આ સમસ્યાના નિરાકરણમાં મદદ કરવા માટે, ધોરણ 8 થી 12 સુધીની લાયકાત ધરાવતી વિદ્યાર્થીનીઓને સાયકલ આપવામાં આવશે. અમારા અભિયાનમાં સામાજિક કાર્યકરોને પણ સાયકલ આપવામાં આવશે.
સરકારી શાળાના શિક્ષકોએ વંચિત પૃષ્ઠભૂમિમાંથી આ પાત્ર વિદ્યાર્થીઓની ઓળખ કરી છે. સોનુ સૂદની બહેન માલવિકા સૂદ ‘સૂદ ચેરિટી ફાઉન્ડેશન’ સાથે સક્રિયપણે કામ કરી રહી છે. સોનુ સૂદના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે હવે અક્ષય કુમાર અને માનુષી છિલ્લર સાથે ફિલ્મ ‘પૃથ્વીરાજ’માં જોવા મળશે. જો કે, કોરોના વાયરસના વધતા જતા કેસોને જોતા ફિલ્મની રીલીઝ મોકૂફ રાખવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.