વધુ એક એક્ટ્રેસે કરી લીધો આપઘાત… વિડીયો ચેટ દરમિયાન કેમેરા સામે જ પંખા પર લટકી આપી દીધો જીવ

એન્ટરટેઈનમેન્ટ(Entertainment) ઈન્ડસ્ટ્રીમાં એક પછી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક સાઉથ અભિનેત્રી (South actress)ના નિધનના સમાચાર મળી આવ્યા છે. શેરીન સેલિન મેથ્યુ (Sherin Selin Mathew)નું મંગળવારે નિધન થયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેરળ (Kerala)ના એર્નાકુલમ(Ernakulam) જિલ્લાના કોચી વિસ્તાર (Kochi area)માં રહેતી 26 વર્ષની ટ્રાન્સવુમન મોડલ(Model) તેના ભાડાના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવી હતી.

અભિનેત્રીએ આત્મહત્યા કરતી વખતે જેની સાથે કથિત રીતે વિડિયો ચેટિંગ કર્યું હતું, તેણે જ પોલીસ અધિકારીઓને શેરીનના આ પગલા વિશે જાણ કરી હતી. જોકે, પોલીસ અધિકારીઓ અભિનેત્રીના ઘરે પહોંચ્યા ત્યાં સુધીમાં શેરીન પંખાથી લટકીને આપઘાત કરી ચૂકી હતી.

શેરીન ડિપ્રેશનનો શિકાર હતી:
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, શેરીનના નજીકના લોકોએ માહિતી આપી છે કે અભિનેત્રી ડિપ્રેશનથી પીડિત હતી અને છેલ્લા કેટલાક દિવસોથી ડિપ્રેશનમાં હતી. પોલીસ આ ઘટનાના સંબંધમાં શેરીનના નજીકના મિત્રોના નિવેદનો નોંધી રહી છે. તપાસ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ મૃતદેહને કલામસેરી મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવશે.

કોણ હતી શેરીન?
શેરીને કેટલીક મલયાલમ ફિલ્મોમાં અભિનય કર્યો હતો અને મોડલિંગમાં સક્રિય હતી. કોચીમાં છેલ્લા એક વર્ષમાં ટ્રાન્સજેન્ડર દ્વારા આત્મહત્યાનો આ પાંચમો કિસ્સો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *