હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. આવા સમયમાં ઘણાં લોકોને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ઘણીવાર તો લોકોને રોડ પરથી 5-10 રૂપિયાની પણ વસ્તુ મળી આવે તોય ઉઠાવી લેતાં હોય છે. ઘણીવાર તમે એવું પણ સાંભળ્યું જ હશે કે, લોકોને લાખો રૂપિયાની ચીજવસ્તુ મળી આવે તો પણ તેઓ એ વસ્તુને એનાં માલિક સુધી પહોંચાડી દેતાં હોય છે.
હાલમાં પણ આવાં જ એક સમાચાર રાજ્યમાં આવેલ સુરત શહેરમાંથી સામે આવી રહ્યાં છે. હાલમાં કોરોનાને લીધે તમામ ધંધા-રોજગાર પર એની વ્યાપક પ્રમાણમાં અસર પડી છે. સુરતનાં હીરા ઉદ્યોગ પર પણ એની વ્યાપક અસરો પડી છે. આવી તકલીફની વચ્ચે પણ સુરતનાં એક રત્નકલાકારની ઈમાનદારી જોવા મળી રહી છે.
રાજેશ નામનો રત્ન કલાકાર ગરીબ હોવાં છતાં પણ એને રસ્તા પરથી મળી આવેલ કુલ 9 લાખની કિંમતના હીરાના પેકેટને કુલ 4 દિવસની મહેનત બાદ એના સાચા માલિક સુધી પહોંચાડીને ઇમાનદારીની એક ઉતમ મિસાલ બતાવી છે. સુરતમાં હીરાનાં વેપારી હરેશભાઇએ એમના કુલ 9 લાખની કિંમતના હીરા વેચવા માટે દલાલને આપ્યા હતા. એ દલાલ કે, જેમનું નામ પણ હરેશ જ છે.
એમનાથી હીરાનું પેકેટ મીની બજારમાં આવેલ પ્રિન્સેસ પ્લાઝાની પાસે પ઼ડી ગયું હતું પણ પોતાની ઓફિસ જઇને નહીં મળતા દલાલ હરેશ મારફતે સોશિયલ મીડિયામાં હીરાનું પેકેટ ખોવાઈ ગયું હોવાની જાહેરાત કરવામાં આવી હતી. કારણ કે, હાલમાં મંદીનાં સમયમાં જો હીરા ન મળ્યા હોત તો તો દલાલે હીરાની કિંમત માલિકને ચુકવવી પડત. જેના માટે ઘર પણ વેચાઇ જાય એવી પરીસ્થિતિ આવીને ઊભી હતી.
આવાં સમયે એક ઇમાનદાર રત્ન કલાકાર રાજેશને જાણ થઈ કે, જે હીરાના પેકેટના માલિકને શોધી રહ્યો છે તે આ લોકો જ છે. જેને કારણે રાજેશે પ્રિન્સેસ પ્લાઝાના વેપારીની મદદથી ઇમાનદારીપૂર્વક હીરા દલાલ તેમજ માલિકને સોંપી દીધાં હતા.
હાલમાં જે રીતે હીરાનાં ઉદ્યોગમાં પણ મંદી ચાલી રહી છે. એને લઇ હીરાના માલિક તથા દલાલ બંને ખુબ જ માનસિક તાણમાં આવી ગયા હતા. કારણ કે, કુલ 9 લાખની કિંમતના હીરા હતા. જેને લીધે જયારે ઇમાનદાર રત્નકલાકાર રાજેશે એમને હીરાનું પેકેટ આપ્યું તો તેઓ ભાવુક થઇ ગયા હતાં તેમજ જાહેરમાં જ રાજેશની ઇમાનદારીનું સન્માન કરવામાં આવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle