કર્મથી મોટું કશું નહી: સુરત પોલીસ હવે કોરોના દર્દીઓને આપશે પ્લાઝમાનું દાન

હાલમાં કોરોના મહામારી હોવાંને કારણે લોકોમાં પ્લાઝમા ડોનેટને લઈને લોકોમાં ઘણી જાગૃતતા આવી છે. પ્લાઝમા એ કોરોનાગ્રસ્ત દર્દીઓને સર્વે કરવામાં મદદ કરે છે. હાલમાં આને લઈને એક જાણકારી સામે આવી રહી છે.પૂર, અતિભારે વરસાદ, ભૂકંપ, મહામારી, તોફાન જેવી કોઈપણ સંકટનાં સમયે પોલીસ વિભાગ હંમેશા પોતાની ફરજ બજવવા માટે તૈયાર રહે છે.

હાલમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે પોલીસકર્મીઓ પણ જીવનાં જોખમે એમની ફરજ ઇમાનદારીપૂર્વક બજાવી રહ્યા છે. કોરોનાનાં દર્દીઓની માટે પ્લાઝમા થેરાપી ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી છે ત્યારે હવે સુરતનાં પોલીસકર્મીઓ પોતાના પ્લાઝમા ડોનેટ કરવાં માટે આગળ આવ્યા છે.

સંક્રમિત થયા પછી આજે જ કુલ 67 કર્મચારી તથા અધિકારીમાંથી કળ 12 કર્મચારી પ્લાઝ્મા ડોનેટ કરવાં માટે એન્ટી બોડી સેમ્પલ કરાવ્યુ છે તેમજ એના રિપોર્ટ આવ્યાં પછી પ્લાઝ્મા ડોનેટ કરવામાં આવશે.કોરોના મહામારીથી આખો દેશ પ્રભવિત થયો છે. એવા સમયમાં પોલીસ કર્મચારીઓ પણ બાકાત રહ્યા નથી.

સુરત શહેરમાં પોલીસ બેડામાં કુલ 67 જેટલા પોલીસ કર્મચારીઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા હતાં. ત્યારબાદ પોલીસ કર્મચારીઓ તેમજ અધિકારીઓ આગામી દિવસમાં પ્લાઝમા ડોનેટ કરીને માનવતા મહેકાવવાનું કાર્ય કરવામાં આવશે. આ અંતર્ગત સુરત પોલીસ કમિશનર કચેરીમાં પ્લાઝમા ડોનેટ સેન્ટરની પણ શરુઆત કરવામાં આવી છે.

સમગ્ર દુનિયાને બાનમાં લેનાર જીવલેણ કોરોના મહામારીની વિરુદ્ધ લડી રહેલ લોકોની માટે સુરત પોલીસ દ્વારા પ્લાઝમા ડોનેટ કરવાનાં સરાહનીય કાર્યની શરુઆત કરવામાં આવી છે. સુરત શહેર પોલીસ ખાતામાંથી કુલ 22 જેટલા પોલીસ જવાન તથા પોલીસ અધિકરીઓએ પ્લાઝમા ડોનેટ કરવાની તૈયારી દર્શાવી છે.

જેઓના ટેસ્ટિંગ પછી આ તમામ પોલીસ કર્મચારી એમના પ્લાઝમા ડોનેટ કરવામાં આવશે .કુલ 22 પોલીસકર્મીઓ પ્લાઝમા ડોનેટ કરવાની તૈયારી દર્શાવ્યા પછી સુરત શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે સેન્ટરની શરૂઆત કરવામાં આવ્યું છે.આ બાબતે જાણકારી ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી.

અધિકારીએ જણાવતાં કહ્યું હતું, કે જેમના શરીરમાં એન્ટી બોડી ડેવલપ થશે એમના પ્લાઝમા લેવામાં આવશે. આ સમગ્ર અભિયાનની માટે પોલીસનાં ઉચ્ચ અધિકારીઓએ સુરત આરીગ્ય વિભાગ તેમજ મનપાની સાથે ચર્ચા વિચારણા પણ કરી હતી.

જો, કે આજે સુરત પોલીસ ભવન સ્થિત કુલ 67 માંથી કુલ 12 કર્મચારી તથા અધિકારીના એન્ટી બોડીનાં સેમ્પલ લેવામાં આવ્યા છે. તેમનો રિપોર્ટ આવ્યા પછી આ બધાં કર્મચારી આગામી દિવસમાં પ્લાઝ્મા ડોનેટ કરીને કોરોનાથી સંક્રમિત લોકોનાં જીવ બચાવવાની સાથે જ પોતાની ફરજ અદા કરીને માનવતા મહેકાવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *