વલસાડના ઉમરગામ તાલુકાના સંજાણમાં બે મુસ્લિમ મહિલાઓને તેમના પતિએ મસ્જિદમાં જમાતને કાગળ લખીને ત્રણ તલાક આપી દીધા છે. એકસાથે બે મહિલાઓને તલાક અપાતા આખા પંથકમાં ચકચાર મચી ગઇ છે.
આ મામલે મળતી માહિતી પ્રમાણે એક મહિલાને તેના પતિએ સાત મહિનાના ગર્ભ સાથે તલાક આપી છે. પત્નીનો આરોપ છે કે તેના પતિનો સંબંધ પતિની બહેનની દીકરી સાથે ઘણાં સમયથી છે. તેઓ બંન્ને મહિલાને ઘણીવાર તલાકની ધમકી પણ આપી ચુક્યા છે.
21 વર્ષની આ મહિલાએ પોતાની આપવીતિ જણાવતા કહ્યું કે, ‘મારા લગ્નને હજી 10 મહિના થયા છે અને મને સાત મહિનાનો ગર્ભ છે. મારા પતિનો પરિવારે મને અત્યાર સુધી ઘણી શારિરીક માનસિક યાતના આપી છે.
અમારી સરકાર પાસે માંગ છે કે ત્રણ તલાકના મામલામાં નિયમો તો ધડાયા છે પરંતુ તેની પર અમલ થાય તો સારૂં. અમને ન્યાય જોઇએ છીએ.’
અન્ય એક મહિલાને પણ તેના પતિએ મસ્જિદમાં જમાતને કાગળ લખીને ત્રણ તલાક આપી દીધા છે. જેનાથી તે અને તેનો પરિવાર ઘણો જ દુખી છે. આ મહિલા પણ આશરે 24 વર્ષની જ છે.
બીજી મહિલાના પરિવારની પણ માંગ છે કે તેમને હાલ તલાકનો જે કાયદો થયો છે તે અંતર્ગત ન્યાય મળે.