સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના જાણીતા અભિનેતાને ભારતની મદ્રાસ હાઈ કોર્ટે સમન્સ મોકલ્યું છે. જાણીને નવાઈ પામશો કે કોર્ટે આખરે અભિનેતાને શા કારણે સમન્સ મોકલવું પડ્યું. જોકે અભિનેતાના ઘણાબધા ફેન આ વાતથી અજાણ છે કે અભિનેતા વિરુદ્ધ છેલ્લા ઘણા સમયથી એક કેસ ચાલી રહેલો છે જેના અંતર્ગત મદ્રાસ કોર્ટ દ્વારા અભિનેતાને સમન્સ મોકલવામાં આવ્યું હતું.
સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના જાણીતા અભિનેતા ધનુષને પોતાનો પુત્ર ગણાવીને મહીને 65000 જેટલું વળતર પણ માંગ્યું છે. તેમજ યુગલે દાવો કર્યો હતો કે ધનુશે પિતૃત્વના જુઠા દસ્તાવેજો જમા કરાવ્યા હતા. કિથરેસન તથા પત્ની મીનાક્ષીએ પોલીસ તપાસની માગણી કરી છે. કિથરેસન અને મીનાક્ષી એજ યુગલ છે જેમને ધનુષ પોતાનો પુત્ર હોવાનો દાવો કર્યો છે.
સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મદુરાઈની કોર્ટે અગાઉ કિથરેસન તથા પત્ની મીનાક્ષીની અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ મદ્રાસ હાઇકોર્ટે અભિનેતા વિરુદ્ધ નોટીસ ઇસ્શ્યું કરી હતી.કિથરેસન તથા પત્ની મીનાક્ષીના જણાવ્યા અનુસાર ધનુષ તેમનો ત્રીજો દીકરો છે ફિલ્મ અને મોડેલીંગમાં કેરિયર બનાવવા માટે તે ઘર છોડીને ચેન્નાઈ જતો રહ્યો હતો.
સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના અભિનેતા પર આવી રીતે કિથરેસન તથા પત્ની મીનાક્ષીએ મહીને 65000નું વળતર માંગ્યું છે અને કહ્યું છે કે તે ધનુષના માતા પિતા છે. બીજી તરફ કિથરેસનના આ તમામ આક્ષેપોનો કોર્ટમાં ઇનકાર પણ કર્યો હતો. તમને જણાવી દઈએ કે આ કેસ વર્ષોથી કોર્ટમાં ચાલી રહ્યો છે ત્યારે ફરી એક વાર કોર્ટએ અભિનેતાને સમન્સ પાઠવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.