વડોદરા(ગુજરાત): વડોદરા શહેરની હિન્દુ મહિલાને સુરતમાં રહેતા અને જામનગરમાં નોકરી કરતા એસઆરપી જવાન એજાઝ શેખે સોશિયલ મીડિયામાં દ્રારા અનિલ પરમારના નામ પરથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી મિત્રતા કેળવ્યા બાદ તેને પ્રેમ જાળમાં ફસાવતો હતો. તેણે વડોદરાના સયાજીગંજમાં આવેલી હોટલ તથા સુરતમાં તેના ઘરે લઇ જઇ તેના પર અનેક વખત શારીરિક સંબંધ બાંધ્યા હતા. ત્યારબાદ તેની સાથે ઝઘડો કરી વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી હતી. મહિલાનો આરોપ છે કે, એજાઝની માતા અને બહેને પણ એજાઝને સાથ આપ્યો હતો. પોલીસે એજાઝ, તેની માતા તથા બહેન વિરુધ દુષ્કર્મ અને ધમકીનો ગુનો નોંધ્યો છે.
ફરિયાદમાં તેને જણાવ્યું હતું કે, તેનો પતિ દુબઇ રહે છે. 2020માં જૂનમાં એજાઝે સોશિયલ મીડિયામાં ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. ત્યારબાદ બંને વચ્ચે વાતચીત શરૂ થઇ હતી. ત્યારે તેણે હિન્દુ તરીકે ઓળખાણ આપી જણાવ્યું હતું કે, તે હિન્દુ છે અને તેનું નામ અનિલ પરમાર છે. પ્રેમજાળમાં ફસાવી એજાઝે લગ્ન કરીશ તેવું જણાવ્યું હતું. તે પછી એજાઝે વડોદરા આવવાનું શરૂ કર્યું હતું અને લગ્નની પ્રપોઝલ મૂકતાં મહિલાએ જણાવ્યું હતું કે, હું પરિણીત છું અને મારે બાળકો છે. હું લગ્ન કરી શકીશ નહીં, આપણે મિત્ર બની શકીએ. જેથી એજાઝે જણાવ્યું હતું કે, હું પતિથી છુટાછેડા અપાવી દઇશ અને તારાં બાળકોનો પણ સ્વીકાર કરીશ. એજાઝે વારંવાર મહિલાના ઘરે આવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
ત્યારબાદ મહિલાને ધર્મ પરીવતન કરવા માટે માર મારતો તથા બ્લેકમેઇલ કરી ફોટા-વીડિયો વાઇરલ કરવા ધમકી આપતો હતો. સિટી પોલીસે આ અંગે ગુનો નોંધ્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, એજાઝ શેખ જામનગર એસઆરપીમાં ફરજ બજાવે છે. તે સ્થળે તપાસ કરાતાં તે રજા પર ઊતરી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ આરોપીઓને શોધવા માટે સુરત ગઇ હતી, પણ ખાલી હાથે પરત ફરી હતી. મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે, 11 મહિના સુધી એજાઝ તેને સયાજીગંજની ચંદન હોટલમાં લઇ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. તેણે હોટલમાં ઓળખપત્ર રજૂ કર્યું ત્યારે તેને જાણ થઇ હતી કે, એજાઝ મુસ્લિમ છે. તેણે જણાવ્યું હતું કે, હું ભલે મુસ્લિમ છું પણ હિન્દુ ધર્મ અપનાવીશ. હું અનીલ પરમાર તરીકે જ બધે ઓળખાઉં છું તેવો મહિલાને ભરોસો આપ્યો હતો.
મહિલાનો આરોપ હતો કે, તે જ્યારે સુરત એજાઝના ઘેર ગઇ ત્યારે તેને એજાઝ અને તેના પરિવારે જણાવ્યું હતું કે, તારે ધર્મ પરિવર્તન કરવું પડશે. ત્યારબાદ એજાઝ અને તેના પરિવારે તેને પોલીસની ઓળખ આપી માર માર્યો હતો. મહિલાને એજાઝે જણાવ્યું હતું કે, તારા જેવી તો 6 હિન્દુ છોકરીને ફસાવીને સંબંધ બાંધ્યા છે અને તમામ લગ્ન કરવા માટે તૈયાર છે. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે, તે હિન્દુ છોકરીઓને બ્લેકમેઇલ કરી ફોટા વાઇરલ કરવાની ધમકી આપી પૈસા પડાવે છે. એજાઝે મહિલા પાસેથી 20 હજારના 2 ફોન પણ ગિફ્ટ તરીકે મેળવ્યા હતા અને આર્થિક મદદ પણ મેળવી હતી.
મળતી માહિતી અનુસાર, એજાઝે તેના પતિને પણ સંબંધની જાણ કરી દેતાં તેનો ઘર સંસાર તૂટી ગયો હતો. એજાઝે જણાવ્યું હતું કે, આપણે લગ્ન કરવાના છીએ, જેથી તારો સંસાર તોડવો જરૂરી છે. મહિલાનું ઘર તૂટતાં તેણે તેના પરિવાર પાસે લઇ જવાનું કહેતાં એજાઝે કહ્યું હતું કે, હું એસઆરપીમાં નોકરી કરું છું, મારી ફરતી નોકરી છે. આ બનાવ સંદર્ભે ડીસીપી લખધીરસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, ફરિયાદ મુજબ મહિલાને ધર્મ માટે કોઈ દબાણ કરવામાં આવ્યું નથી. તેથી લવ જેહાદ મુજબ ગુનો નોંધવામાં આવ્યો નથી. પરંતુ આ બનાવની તપાસ દરમિયાન આ પ્રકારની કોઈ હકીકત બહાર આવશે તો તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.