બોર્ડના વિદ્યાર્થીઓને આ તારીખે શાળામાંથી આપવામાં આવશે માર્કશીટ- પણ આ વાતનું ધ્યાન રાખવું પડશે

9 જુનના રોજ રાજ્યમાં ધોરણ 10 બોર્ડનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ વર્ષે પણ ઘણા વિદ્યાર્થીઓ મહેનત કરી સારા માર્કસે પાસ થયા છે. આ…

9 જુનના રોજ રાજ્યમાં ધોરણ 10 બોર્ડનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ વર્ષે પણ ઘણા વિદ્યાર્થીઓ મહેનત કરી સારા માર્કસે પાસ થયા છે. આ વર્ષે ધોરણ 10ના વિદ્યાર્થીઓનું 60.64 ટકા પરિણામ આવ્યું છે. અમદાવાદ શહેરમાં ધોરણ 10ની પરીક્ષાનું 60.64 ટકા પરિણામ આવ્યું છે. ત્યારે સુરત શહેર બોર્ડનું પરિણામ 74.66 ટકા આવ્યું છે.

ધોરણ 10ની પરીક્ષામાં સુરત જિલ્લાને ગત વર્ષે માર્ચ 2019માં 79.63 ટકા પરિણામ પ્રાપ્ત થયું હતું. જેમાં આ વર્ષે પાંચ ટકા જેટલા ઘટાડા સાથે માર્ચ 2020માં લેવાયેલી પરીક્ષામાં કુલ 74.66 ટકા પરિણામ પ્રાપ્ત થયું છે. જે રાજ્યમાં સૌથી વધુ છે. રાજ્યમાં સુરતના સ્ટુડન્ટસને સૌથી વધુ A-2 ગ્રેડ પ્રાપ્ત થયા છે. જેમાંથી માત્ર સુરતના જ 4585 સ્ટુડન્ટસને A-2 ગ્રેડ મળ્યાં છે. જે રાજ્યમાં A-1ની જેમ જ સુરત જિલ્લાના સૌથી વધુ A-2 ગ્રેડ ધારી સ્ટુડન્ટસ છે.

જોકે, કોરોના મહામારીને પગલે ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષાનું પરિણામ આ વર્ષે માત્ર ઓનલાઈન જ જાહેર કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને શાળામાંથી માર્કશીટ આપવા નહતી આવી. પરંતુ હવે શિક્ષણ બોર્ડે માર્કેશીટ વિતરણની તારીખ નક્કી કરી છે. જેમા ધોરણ-10ના વિદ્યાર્થીઓને 22 જૂનના રોજ શાળામાંથી માર્કશીટ આપવામાં આવશે. હાલમાં માત્ર ધોરણ-10ની જ માર્કેશીટ મળશે. ધોરણ-12 માટે આગામી તારીખ જાહેર કરવામાં આવશે.

બોર્ડ દ્વારા દરેક DEO કચેરીમાં તાલુકા અનુસાર, એક સેટ તૈયાર કરીને આપવામાં આવશે. જેથી હવે શાળાઓને જિલ્લા કચેરીની જગ્યા પર તાલુકા કચેરીમાંથી માર્કશીટ મળી રહેશે. માર્કશીટ લેવા આવતા શાળાના આચાર્યોને ફરજિયાત માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખવાનું રહેશે. વિદ્યાર્થીએ પણ સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખવાનું રહેશે. 20મી જૂન સુધીમાં તમામ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં માર્કશીટ મોકલી દેવાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *