દેશમાં અવાર-નવાર આત્મહત્યાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજે ફરી એક વખત મહારાષ્ટ્રમાંથી આવી જ એક ઘટના સામે આવી છે. હાલમાં વળી સમગ્ર દેશમાં કોરોના વધતા કેસને ધ્યાનમાં રાખીને શાળા-કોલેજો પણ બંધ રાખવામાં આવી છે. જેના કારણે ઓનલાઈન અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. જેના કારણે અમુક લોકો આમ સારી રીતે અભ્યાસ કરી શકતા નથી.
ઓનલાઈન અભ્યાસ માટે મોબાઈલ ફોન ઉપલબ્ધ ન હોવાને કારણે મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લામાં એક 17 વર્ષની બાળકીએ આત્મહત્યા કરી હતી. તેમના માતા-પિતા નવો ફોન ખરીદવા અસમર્થ હતા. પોલીસે સોમવારે આ માહિતી આપી હતી. અહીંથી લગભગ 260 કિલોમીટર દૂર નાઇગાંવની રહેવાસી યુવતીએ 16 જૂને પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું.
નાઇગાંવ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે, “આ છોકરી 11 માં ધોરણની વિદ્યાર્થીની હતી. તેના માતાપિતા દૈનિક વેતન મજૂર છે. તેને ઓનલાઈન ક્લાસ ભરવા માટે ફોનની જરૂર હતી. પરંતુ તેના પરિવારના સભ્યો ફોન ખરીદવા માટે પૈસાની વ્યવસ્થા કરવામાં અસમર્થ હતા. આ કારણે યુવતીએ આ પગલું ભર્યું હતું. એક સ્યુસાઇડ નોટ મળી આવી છે. મૃતકના માતા-પિતાએ પણ આ ઘટનાનું કારણ તેમની પાસે ફોન ન હોવાનું જણાવ્યું હતું
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.