ગુજરાતમાં અવાર-નવાર આપઘાતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજરોજ આવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી છે. સુરત શહેરના ઉન પાટિયા વિસ્તારમાં ધોરણ-8ની વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. જેમાં વિદ્યાર્થિનીના ગર્ભાશયમાંથી ગર્ભના લક્ષણો મળી આવ્યા હતા. જેથી સેમ્પલ લઈને લેબમાં મોકલવામાં આવ્યા છે.
પરિવાર વતન જવાની તૈયારી કરી રહ્યું હતું
છેલ્લા 3-4 વર્ષથી પરિવાર દક્ષીણ ગુજરાતમાં આવેલ સુરતના ઉન વિસ્તારમાં ઓરિસ્સાથી આવીને વસવાટ કરે છે. કિશોરભાઈ(નામ બદલ્યું છે) પરિવાર સાથે ઘણા સમયથી સુરતમાં રહે છે. તેમની એક પુત્ર અને ચાર દીકરીઓ છે. જે પૈકી 14 વર્ષીય કાજલ(નામ બદલ્યું છે) ધોરણ-8માં અભ્યાસ કરતી હતી. પરિવાર ટૂંક સમયમાં પોતાના વતન જવાની તૈયારી કરી રહ્યું હતું. પરંતુ આ દરમિયાન, પિતા મૃતક દીકરી કાજલ પાસે 200 રૂપિયા લઈ શાકભાજી લેવા ગયા હતા. શાકભાજી લઈને પરત ફરેલા પિતાને દીકરી લટકતી હાલતમાં મળી આવી હતી. દીકરી કાજલે ત્રીજા માળે દુપટ્ટો હુક સાથે બાંધી આપઘાત કરી લીધો હતો.
ગર્ભ પરીક્ષણ માટે કરાતો યુરિન ટેસ્ટ પોઝિટિવ આવ્યો
ધોરણ-8ની વિદ્યાર્થીનીના આપઘાતની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ કરનાર ડો. ઓમકાર ચૌધરી (મેડિકલ ઓફિસર પોસ્ટ મોર્ટમ વિભાગ)એ જણાવ્યું હતું કે, પોસ્ટમોર્ટમમાં કિશોરીના ગર્ભાશયમાંથી ગર્ભના લક્ષણો મળી આવ્યા છે. ગર્ભ પરીક્ષણ કરતા કિશોરીનો યુરિન ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.
ડોક્ટરોના જણાવ્યા અનુસાર, પોસ્ટમોર્ટમમાં કાજલના ગર્ભાશયમાંથી ગર્ભના લક્ષણો મળી આવ્યા છે. ગર્ભ પરીક્ષણ માટે કરાતો કાજલનો યુરિન ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી હિસ્થોપેથોના સેમ્પલ રિપોર્ટ માટે લેબમાં મોકલ્યા છે. જ્યારે પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે. આ બાબતની જાણકારી પરિવારને આપતા પરિવારના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. જોકે તબીબે આ કિશોરીના હિસ્થોપેથોના સેમ્પલ રિપોર્ટ માટે લેબમાં મોકલ્યા છે.
છેલ્લા 24 કલાકમાં આઠ આપઘાતની ઘટના
વરાછામાં 42 વર્ષીય અલ્પેશ લાલજીભાઈ સોરઠીયાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો
રાછામાં 38 વર્ષીય ગણેશ છનાભાઈ ડોડીયાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો
વરાછામાં 23 વર્ષીય ચેતન તારારામ સુંદેશાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો
લિંબાયતમાં 30 વર્ષીય સોનલબેન વિઠ્ઠલભાઈ રાઠોડે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો
ડિંડોલીમાં 27 વર્ષીય સુનિતા વિનયકુમાર મિશ્રાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો
વેસુમાં યાર્નના વેપારીના 17 વર્ષીય પુત્રએ પોતાના રૂમમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો
મોટા વરાછામાં 40 વર્ષીય પુન્નીદેવી સુરેશભાઈ તૈલીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો
ઉન પાટિયામાં ધોરણ-8ની વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle