Heavy Rain in gujarat: રાજ્યના 14 તાલુકામાં વરસાદ વરસ્યો, સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં 14 તાલુકામાં વરસાદ પડ્યો હતો. સૌથી વધુ જૂનાગઢના માળીયા હાટીનામાં 1.5 ઈંચ વરસાદ પડ્યો, ઉમરગામમાં 0.25 ઈંચ, વલસાડમાં 0.5 ઈંચ, માંગરોળમાં 0.5 ઈંચ, ગરબાડા, ખેરગામ, કેશોદ, મહુવા, તાલાળા, ડીસા, જેતપુર પાવી, બોડેલીમાં (Heavy Rain in gujarat) વરસાદ પડ્યો છે.
દિવસ દરમિયાન ગરમી અને ઉકળાટ પછી રાત્રિના સમયે જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો હતો. જિલ્લાના મેંદરડા તાલુકામાં 2 ઈંચ, વિસાવદરમાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે. વંથલી અને જૂનાગઢમાં 0.5 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે ભેંસાણ અને કેશોદમાં પણ વરસાદ જોવા મળ્યો છે.
સુરેન્દ્રનગરમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જિલ્લાના બધા તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. લખતરમાં 2 ઇંચ વરસાદ વરસતા લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે. જ્યારે લીંબડીમાં પણ 1.5 ઈંચ વરસાદ પડ્યો છે. વરસાદના કારણે લીંબડીમાં પણ મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા છે.
અમરેલી શહેરમા અનરાધાર વરસાદ પડ્યો છે. અમરેલી શહેરમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં પાણી ભરાતા દર્દીઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો મુસ્કેલીમાં મુકાયા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App