આગામી 31મી ઓક્ટોબરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડીયા ખાતે ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ને દેશને સમર્પિત કરવાના છે. ત્યારે તેમના આગમનને લઈ રોડ-રસ્તાઓ પર સાફ સફાઈ તેમજ પાકા રોડ બનાવવા માટેના કાર્યો પુરજોશથી ચાલી રહ્યાં છે. તેમજ બરોડાથી કેવડીયા સુધી રોડ બનાવવા માટે આધુનિક મશીનરી ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. 4 લેન રોડ વચ્ચે વૃક્ષ અને પાલન્ટ ઉગાડી દેવામાં આવતા રાતોરાત વિકાસ દેખાઈ રહ્યો છે.
6000 સ્કવેરફીટનો ડોમ
કેવડીયામાં સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાનું લોકાર્પણ માટે વડાપ્રધાન રીમોટ કંટ્રોલથી સભામંડપનો પડદો ઉંચો કરશે અને તેમાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટીના દિદાર થશે.
182 મીટરની પ્રતિમાને આખી ઢાંકવી શકય ન હોવાથી આ નિર્ણય લેવાયો છે. હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે 8 થી 10 હજાર લોકો બેસી શકે તેવો 6,000 સ્કેવરફીટમાં ડોમ બનાવવામાં આવી રહ્યો છે.
વિશાળ જગ્યાનો અનુભવ હોવાથી કાર્યક્રમ સીમિત કરાયો
વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને 31 મીના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રને સર્મપિત કરશે. પહેલાં 2 લાખની જનમેદની ભેગી કરવાનું આયોજન હતું પરંતુ અહીંયા રસ્તાનું કામ અધૂરું અને વિશાળ જગ્યાનો અભાવ હોવાથી કાર્યક્રમને સિમિત કરી દેવાયો છે.હવે માત્ર 8 થી 10 હજાર માણસોની હાજરીમાં લોકાર્પણ સમારંભ યોજાશે.
લીમડી બરફળિયા ખાતેના હેલી પેડ ખાતે હાલ 40×55 અને 60×90 ના બે ડોમ (મંડપ) બનવવામાં આવી રહ્યાં છે. આમ કુલ 300×200 એટલે કે 6000 સ્કેવરફીટનો મંડપ બનશે. ડોમમાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોઇ શકાશે નહીં.