નરાધમે આણંદની 9માં ધોરણમાં ભણતી દીકરીને ગીફટની લાલચે સતત એક મહિના સુધી બનાવી હવસનો શિકાર અને…

હાલમાં દુષ્કર્મના કેસોમાં સતત વધારો જોવા મળ્યો છે. મોટાભાગે હવસખોરો અવારનવાર માસુમ બાળકીઓને પોતાની હવસનો શિકાર બનવતા હોય છે. આ દરમિયાન એવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક યુવકે 9માં ધોરણમાં ભણતી યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું.

આણંદ જિલ્લામાં રહેતી એક સગીરાને ખંભોળજ ગામના યુવાને ગિફ્ચની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં સગીરાને જો આ બાબતે કોઈને વાત કરીશ તો તારા પરિવારને મારી નાખીશ તેવી ધમકી પણ આપવામાં આવી હતી. આ અંગે કિશોરીના પરિવારને જાણ થતાં તેની માતા દ્વારા દુષ્કર્મ આચરનાર યુવક સહિત બે શક્સો સામે ખંભોળજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે અંગે પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આણંદ જિલ્લામાં રહેતી અને ધોરણ 9માં અભ્યાસ કરતી એક કિશોરીને ખંભોળજના અલ્પેશ પાઉલ રાઠોડ નામના વ્યક્તિએ હું તારા માટે ગિફ્ટ લાવ્યો છું, તું શૈલેષના ઘરે આવી જજે તેમ કહેતાં ઈશારો કર્યો હતો. સવારે 7:30 વાગ્યે શાળાએ જતી વખતે સગીરા અલ્પેશના કહેવા પર શૈલેષના ઘરે પહોંચી ગઈ હતી. જ્યાં અલ્પેશે તેની સાથે દુષ્કર્મ આચરી શાળાના સમય સુધી શૈલેષના ઘરમાં જ બેસાડી રાખી હતી.

તેમજ જો કોઈને કહીશ તો તારા મમ્મી, તારા ભાઈ અને તારા દાદીને મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. ત્યારબાદ એક મહિના દરમિયાન અવારનવાર સગીરાને તેણે પોતાની હવસનો શિકાર બનાવી હતી. આ અંગે કિશોરીએ પોતાના પરિવારજનોને જણાવતાં કિશોરીની માતા દ્વારા ખંભોળજ પોલીસ મથકે અલ્પેશ પાઉલ રાઠોડ અને શૈલેષ દાઉદ ગોબર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ અંગે પોલીસ દ્વારા બંને ઈસમો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *