Stock market latest news: ટ્રેડિંગ સપ્તાહના ચોથા દિવસે શેર માર્કટમાં મજબૂત શરૂઆત થઈ છે. આજે એટલે કે ગુરુવારે માર્કેટમાં તૂફાની તેજી જોવા મળશે અને સેન્સેક્સ-નિફ્ટી નવા રેકોર્ડ (Stock market latest news) સ્તરે ખુલ્યા છે. આજે સેન્સેક્સે 77,100ના સ્તરને પાર કરીને નવો ઈતિહાસ રચ્યો છે અને નિફ્ટીએ 23500ની નજીક આવી ગયો છે.
ભારતીય શેરબજારની શરૂઆત ઐતિહાસિક સ્તરે થઈ રહી છે અને આજે BSE સેન્સેક્સ 495 પોઈન્ટ અથવા વધારા સાથે 77,102.05 પર ખુલ્યો હતો. NSE નિફ્ટી 158 પોઈન્ટ વધીને 23480.95 પર ખુલ્યો. સેન્સેક્સ-નિફ્ટી માટે આ રેકોર્ડ ઉચ્ચ સ્તર પોહ્ચ્યો છે.
જો આપણે શેરબજારની તેજી દર્શાવનાર કંપનીઓના શેર વિશે વાત કરવામાં આવે તો તેમાં HDFC લાઇફ, SBI લાઇફ, નેસ્લે ઇન્ડિયા, શ્રીરામ ફાઇનાન્સ, ટેક મહિન્દ્રા અને હિન્દાલ્કોના શેરનો સમાવેશ કરવામાં આવે છે, જ્યારે કેટેગરીમાં ટોપ લૂઝર્સમાં હિન્દુસ્તાન યુનિલિવર, બ્રિટાનિયા, ટાટા કન્ઝ્યુમર અને ICICI બેન્કના શેર સામેલ હતા.
શેરબજારના રોકાણકારોને ટૂંકા અને લાંબા ગાળામાં મલ્ટિબેગર રિટર્ન આપતી કંપનીઓ વિશે વાત કરવામાં આવે તો વિપ્રો, અશોકા બિલ્ડકોન, કોટક મહિન્દ્રા બેન્ક, એચસીએલ ટેક, વેદાંતા, ટાટા સ્ટીલ, એચડીએફસી બેન્ક, અશોક લેલેન્ડ, લાર્સન, એશિયન પેઇન્ટ્સના શેર અને BHELમાં તેજી જોવા લઈ હતી, જ્યારે ONGCના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App