Stock market rise: તારીખ 28 માર્ચ એટલે કે શુક્રવારે સપ્તાહના છેલ્લા દિવસે શેરબજારની ફ્લેટ શરૂઆત રહી છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 16 શેરોમાં તેજી (Stock market rise) જોવા મળી રહી છે. હાલ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં 2.38%નો ઘટાડો જોવા મળ્યો છે. NSE પર 50 શેરોમાંથી 26 શેરોમાં તેજી જોવા મળી છે.
ઓટો, આઇટી અને ફાર્મા નજીવા ઘટાડા સાથે, મીડિયા, મેટલ અને જાહેર ક્ષેત્રની બેંકો ઉપર છે. અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે શેરબજારમાં ફ્લેટ ટ્રેડિંગ જોવા મળી રહ્યું છે. સેન્સેક્સ લગભગ 20 પોઈન્ટ વધીને 77600 પર જોવા મળી રહ્યું છે. નિફ્ટી પણ 20 પોઈન્ટ ઉપર છે તે 23600 પર ટ્રેડ થઈ રહ્યો છે.
વૈશ્વિક બજારમાં પણ ઘટાડો
એશિયન બજારની વાત કરીએ તો જાપાનનો નિક્કી 2.09%, હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ 0.78% અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 0.67% ઘટ્યો છે. 27 માર્ચે અમેરિકાનો ડાઉ જોન્સ 0.37% ઘટીને 42299 પર બંધ થયો. નાસ્ડેક કમ્પોઝિટ 0.53% અને S&P 500 ઇન્ડેક્સ 0.33% ઘટાડો જોવા મળ્યો છે.
તારીખ 27 માર્ચએ વિદેશી રોકાણકારો એ 11111.25 કરોડ રૂપિયાના શેરોની ખરીધી કરી હતી, અને તે જ સમયે સ્થાનિક રોકાણકારોએ પણ 2517.70 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા. આ મહિનામાં વિદેશી રોકાણકારોએ 6367 કરોડ રૂપિયાના ચોખ્ખા શેર ખરીદ્યામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન સ્થાનિક રોકાણકારોએ 29939.19 કરોડ રૂપિયાની ખરીદી કરવામાં આવી હતી.
ગુરુવારે શેરબજારમાં તેજી જોવા મળી હતી
કાલે તારીખ 27 માર્ચ એટલે કે ગુરુવારે સેન્સેક્સ 317 પોઈન્ટના વધારા સાથે 77606 પર બંધ થયો હતો. અને નિફ્ટી 105 પોઈન્ટ વધીને 23591 પર બંધ થયો હતો. સેન્સેક્સમાં બજાજ ફિનસર્વ, એનટીપીસી અને ઇન્ડસઇન્ડ બેંકના શેરમાં વધારો જોવા મળ્યો હતો. એમાં અંદાજે 3% નો વધારો જોવા મળ્યો હતો. ટાટા મોટર્સ, સન ફાર્મા અને HUL માં ઘટાડો જોવા મળ્યો હતો. ટાટા મોટર્સ 5.38% ઘટીને બંધ થયા. ક્ષેત્રીય સૂચકાંકોમાં નિફ્ટી ઓટો સૌથી વધુ 1.04% ઘટ્યો હતો. જ્યારે જાહેર ક્ષેત્રની બેંકો 2.50%, મીડિયા 1.52% અને રિયલ્ટી સેક્ટર 1.35% વધારો જોવા મળ્યો હતો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App