ઉત્તર પ્રદેશ (UTTAR PRADESH)ના વારાણસી (VARANASI)થી દિલ્હી આવી રહેલી વંદે ભારત (VANDE BHARAT STONE PELTING) એક્સપ્રેસ પર પથ્થર મારો (stone pelting ) થવાની ઘટના સામે આવી છે. પથ્થર મારાના લીધે ટ્રેનની બારી તૂટી ગઈ છે, જેનાથી મુસાફરોમાં ભયનો માહોલ ઉભો થયો હતો. વંદે ભારત ટ્રેન ઉપર પથ્થર મારાની આ ઘટના કાનપુરના પનકી(PANAKI) રેલવે સ્ટેશન પાસેની જણાવવામાં આવી રહી છે. પોલીસે અજાણ્યા પથ્થરબાજ વિરુદ્ધ એફઆઇઆર(FIR) નોંધાવી કાર્યવાહી શરૂ કરી દીધી છે.
પોલીસે જણાવ્યું કે 2 ઓક્ટોબર ની સાંજે વારાણસી થી દિલ્હી તરફ જઈ રહેલી ગાડી નંબર 22435 વંદે ભારત ટ્રેન પર કાનપુરના પનકી રેલવે સ્ટેશન પાસે એસી ચેર કાર કોચ ઉપર પથ્થર મારાની જાણકારી મળી હતી. પથ્થર મારા દરમિયાન ટ્રેનનું એક કાચ તૂટી ગયો, જેનાથી બચવા માટે યાત્રીઓ પોતપોતાની સીટ પરથી ઉતરી નીચે ઝૂકી ગયા હતા. પથ્થર મહારાજને લીધે સમગ્ર ટ્રેનમાં અફડાતફરી મચી ગઈ હતી. ડ્રાઇવર એ પોલીસને જાણ કર્યા બાદ અજાણ્યા પથ્થરબાજ વિરુદ્ધ રેલ્વે પોલીસે એફઆઇઆર નોંધાતી હતી.
આરપીએફ(RPF) પનકી એ જણાવ્યું હતું કે ડ્રાઇવર અને ટીટીઇ એ કંટ્રોલરૂમ c7 કોચની 33-34 સીટ નંબર પાસે બહારનો કાચ તૂટવાની જાણકારી આપી હતી. જેને પગલે ગુરુવારે આરપીએફ દ્વારા અજાણ્યા શકશો વિરુદ્ધ રેલવે સંપત્તિને નુકસાન પહોંચાડવાની ધારાઓ અંતર્ગત કેસ નોંધી તપાસ શરૂ કરી છે.
વારાણસીમાં ટ્રેન પર પથ્થર મારો કરનાર ઝડપાયો
એવામાં વારાણસીમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો કરનાર એક હુસેન ઉર્ફે શાહિદ પોલીસના હાથે ચડી ચૂક્યો છે. ઉત્તર પ્રદેશ કે હુસેન ઉર્ફે શાહિદની ચાંદોલીના મુગલસરાય વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. આ સમગ્ર ઘટનાની તપાસ વારાણસીની એટીએસ ટીમ કરી રહી છે.
પોલીસે જાણકારી આપી કે પૂછપરછમાં ટ્રેન ઉપર પથ્થરમારો કરનારે પોતાનો ગુનો કબુલ કર્યો છે. અને પથ્થર મારા નું કારણ પૂછવા પર તેણે જણાવ્યું કે બારી પાસે બેસેલા યાત્રીઓ પાસેથી મોબાઇલ લૂંટવાની યોજના હતી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App