અમેરિકામાં વાવાઝોડાએ મચાવી તબાહી: ભારે પવનને કારણે ટ્રકો પલટી, શાળા-મકાનો ધ્વસ્ત; 34નાં મોત

America Storms News: અમેરિકામાં 20 થી પણ વધુ રાજ્યોમાં મહાકાય સ્ટોર્મ સિસ્ટમ સક્રિય થઈ ચૂકી છે. તેના કારણે ડસ્ટ સ્ટોર્મ ફૂંકાયું છે. કાર ચલાવવાથી લઈને પ્લેન ચલાવવા (America Storms News) સુધી ભારે મુશ્કેલી પ્રવર્તી રહી છે. આ તોફાનમાં અત્યાર સુધીમાં 16ના મોત નીપજી ચૂક્યા છે. દસ કરોડથી વધુ લોકોને અસર થઈ છે. તેમા સૌથી વધુ મિસોરીમાં 10ના મોત થયા છે. ટેક્સાસના એમેરિલોમાં ડસ્ટ સ્ટોર્મના લીધે ત્રણના મોત થયા છે. જ્યારે અર્કાન્સાસમાં ઇન્ડિપેન્ડન્સ કાઉન્ટીમાં ત્રણના મોત નીપજ્યા છે. જ્યારે 29થી વધુને ઇજા થઈ છે.

વાવાઝોડાંના લીધે કેનેડિયન સરહદથી લઈને ટેક્સાસ સુધી પ્રતિ કલાક 130 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. તેના લીધે હાલમાં ઉત્તરના ઠંડીગ્રસ્ત વિસ્તારોમાં પણ સ્થિતિ વણસે તેવી સંભાવના છે. જ્યારે દક્ષિણના ગરમ અને સૂકા વિસ્તારોમાં દાવાનળની સંભાવના વધુને વધુ પ્રબળ બની રહી છે.

નેશનલ વેધર સર્વિસે અનેક પ્રકારનો ટોર્નેડો અને જબરદસ્ત થંડરસ્ટોર્મની વોર્નિંગ જારી કરવામાં આવી છે. તેની સાથે અલબામા, કેન્ટકી, મિસિસિપી, ટેનેસી, ઇલિનોઇસ, ઇન્ડિયાના અને ટેક્સાસમાં થંડરસ્ટોર્મની વિનાશક અસરની ચેતવણી આપવામાં આવી છે.

જાહેર સલામતી વિભાગના સિન્ડી બાર્કલીએ જણાવ્યુું હતું કે ટેક્સાસમાં એમેરિલો કાઉન્ટીમાં કાર ક્રેશમાં ત્રણના મોત થયા હતા. લગભગ ઝીરો વિઝિબિલિટી જોવા મળી છે. ડસ્ટ સ્ટોર્મ બંધ થાય નહીં ત્યાં સુધી કમસેકમ કોઈએ વાહન લઈ નીકળવું ન જોઈએ. ઓક્લેહામા કમ્યુનિટીઝમાં કેટલાય સ્થળો ખાલી કરવાના આદેશ આપવા પડયા છે, કારણ કે 130 જગ્યાએ આગની ઘટના નોંધાઈ છે. સ્ટેટ પેટ્રોલે જણાવ્યું હતું કે પવન એટલો ભારે હતો કે કેટલાક સ્થળોએ ટ્રેક્ટર-ટ્રોલી ઊંધા થઈ ગયા હતા.

હવામાનની આગાહી કરનારાઓનું કહેવું છે કે વીકેન્ડમાં મોટું તોફાન આવી શકે છે. મિસિસિપી અને અલ્બામામાં ટોર્નેડો અને જોખમી પવનો વીકેન્ડમાં સ્થિતિ વધુ વણસાવી શકે છે. ભારે વરસાદના લીધે પૂર્વના કેટલાક વિસ્તારોમાં પૂરના પાણી ભરાઈ ગયા છે. નિષ્ણાતોનું કહેવું છે કે માર્ચમાં અમેરિકામાં આ પ્રકારનું આત્યંતિક હવામાન જોવું તે આશ્ચર્યજનક વાત છે. આ સિવાય બીજું મોટું આશ્ચર્ય તેનું કદ અને તીવ્રતા છે. તેના લીધે તેની અસર વધુને વધુ તથા વ્યાપક વિસ્તારો પર થઈ રહી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે મિસોરીમાં કમસેકમ પાંચ વાવાઝોટા સક્રિય છે. ટેક્સાસ, ઓક્લેહોમા, અર્કાન્સાસ, મિસૌરી, ઇલિનોઇસ અને ઇન્ડિયાનામાં 2.60 લાખથી વધુ ઘરો ઉપરાંત કારોબારો વીજવિહોણા છે.

સ્ટોર્મ પ્રીડિકશન સેન્ટરે જણાવ્યું હતું કે પૂરઝડપે આવતાં સ્ટોર્મ ટ્વિસ્ટર સર્જી શકે છે. અહીં સૌથી મોટી ચિંતા પ્રતિ કલાક 160 કિ.મી.ની ઝડપે ફૂંકાતા પવનની છે. સ્ટોર્મ પ્રીડિકશન સેન્ટરે જણાવ્યું હતું કે મિસિસિપીના કેટલાક હિસ્સા, અલ્બામા, બર્મિંગમ અને ટસ્કાલૂસામાં જોખમનું પ્રમાણ વધારે છે. આ ઉપરાંત પૂર્વી લુઇસિયાના, જ્યોર્જિયા, સેન્ટ્રલ ટેેનેસી અને વેસ્ટર્ન ફ્લોરિડીમાં કેટલાય સ્ટોર્મ અને ટોર્નેડોની સંભાવના છે.