અતીક અહેમદ સાથે એ જ થયું જે દેશવાસીઓ વિચારી રહ્યા હતા- યુપી પોલીસે એન્કાઉંટર કર્યું

અતીક અહેમદ (atiq ahmad)ના પુત્ર અસદ(asad ahmad)ને યુપી STFની ટીમે ઝાંસીમાં માર્યો છે. તેના સિવાય પોલીસે અન્ય એક બદમાશ ગુલામને પણ માર્યો છે. UP STFની…

અતીક અહેમદ (atiq ahmad)ના પુત્ર અસદ(asad ahmad)ને યુપી STFની ટીમે ઝાંસીમાં માર્યો છે. તેના સિવાય પોલીસે અન્ય એક બદમાશ ગુલામને પણ માર્યો છે. UP STFની આ મોટી કાર્યવાહી ઝાંસીમાં થઈ છે. ઝાંસીમાં ડીએસપી નવેન્દુ અને ડીએસપી વિમલની આગેવાની હેઠળની યુપી STF ટીમ સાથે એન્કાઉન્ટરમાં માર્યા ગયા. બંને પાસેથી અનેક વિદેશી હથિયારો મળી આવ્યા છે.

આ એન્કાઉન્ટર અંગે યુપી પોલીસે માહિતી આપી હતી કે, અતીક અહેમદ નો પુત્ર અસદ અને મકસુદનનો પુત્ર ગુલામ બંને પ્રયાગરાજના ઉમેશ પાલ હત્યા કેસમાં વોન્ટેડ હતા. બંને આરોપીઓ પર પાંચ લાખ રૂપિયાનું ઈનામ મુકવામાં આવ્યું હતું.

STF દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, જ્યારે આ લોકોને ઘેરી લેવામાં આવ્યા ત્યારે અસદ અને ગુલાબે ગોળીબાર શરૂ કરી દીધો હતો. આનો બદલો લેવામાં આવ્યો હતો જેમાં બંને માર્યા ગયા હતા. UP STF ADG અમિતાભ યશે આ એન્કાઉન્ટરની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે આ લોકો પાસેથી વિદેશી બનાવટના હથિયારો મળી આવ્યા છે.

તેમણે કહ્યું કે, અમારી ટીમ આ લોકોની પાછળ દોઢ મહિનાથી કામ કરી રહી હતી અને આજે અમને મોટી સફળતા મળી છે. તેણે કહ્યું કે થોડા દિવસો પહેલા પણ આ બંને લોકો 5 મિનિટના અંતરે ચૂકી ગયા હતા અને ચકમો આપીને નાસી ગયા હતા.

ઉમેશ પાલ મર્ડર કેસમાં ફરાર માફિયા અતીક અહેમદ ના પુત્ર અસદ અને તેના સાથી ગુલામને યુપી એસટીએફ દ્વારા એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે. બંને પર પાંચ લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. તેનું એન્કાઉન્ટર ઝાંસીમાં થયું હતું. STFનો દાવો છે કે, તેમની પાસેથી વિદેશી હથિયારો મળી આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *