સોમવારે અઠવાડિયાના પહેલા દિવસે પેટ્રોલના ભાવમાં 14 થી 16 પૈસાનો વધારો થયો છે. રવિવારે પેટ્રોલની કિંમતોમાં લગભગ 47 દિવસ પછી વધારો કરવામાં આવ્યો હતો અને આજે સતત બીજા દિવસે પણ આ દર વધ્યો છે. તે જ સમયે, ડીઝલનો ભાવ તમામ શહેરોમાં સ્થિર રહ્યો. દિલ્હીમાં આજે પેટ્રોલના ભાવમાં 16 પૈસાનો વધારો થયો છે પરંતુ ડીઝલના દરમાં કોઈ ફેરફાર થયો નથી. ઈન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર, 17 ઓગસ્ટ, 2020 ના રોજ દિલ્હી, મુંબઇ, કોલકાતા, ચેન્નાઈ, નોઈડા અને પટણામાં ડીઝલ અને પેટ્રોલના દર નીચે મુજબ રહ્યા ..
દિલ્હીમાં પેટ્રોલનો ૮૦.૭૩ રૂપિયા અને ડીઝલનો ભાવ ૭૩.૫૬ રૂપિયા રહ્યો હતો. મુંબઈની વાત કરીએ તો ત્યાં પેટ્રોલનો ભાવ ૮૭.૪૫ અને ડીઝલનો ભાવ ૮૦.૧૧ રૂપિયા પ્રતિ લીટર રહ્યો હતો. કલકત્તાની વાત કરીએ તો ત્યાં પેટ્રોલનો ભાવ ૮૨.૩૦ રૂપિયા અને ડીઝલ નો ભાવ ૭૭.૦૬ રૂપિયા રહ્યો હતો. તેમજ ચેન્નઈની વાત કરીએ તો ત્યાં પેટ્રોલનો ભાવ ૮૩.૮૭ રૂપિયા અને ડીઝલ નો ભાવ ૮૭.૮૬ રૂપિયા રહ્યો હતો.
પેટ્રોલ અને ડીઝલ દર દરરોજ 6 વાગ્યે નક્કી કરવામાં આવે છે
ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ભાવની સમીક્ષા કર્યા પછી દરરોજ પેટ્રોલ અને ડીઝલના દર નક્કી કરે છે. ઈન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના દરમાં સુધારો કરે છે. આમ આ મંદીના સમયમાં પણ સરકાર દ્વારા સતત પેટ્રોલમાં ભાવ વધારો કરવામાં આવી રહ્યુઓ છે.જેના લીધે દેશમાં મોંઘવારી વધી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews