પોલીસને ભારત અને બાંગ્લાદેશને જોડતી 200 મીટર લાંબી ટનલ મળી આવી- જાણો કઈ રીતે 

આસામ પોલીસને કરીમગંજ ખાતે 200 મીટર લાંબી ભારત અને બાંગ્લાદેશને જોડતી ટનલ મળી આવી છે. પોલીસનું માનવું છે કે, આ ટનલનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય ટ્રાફિકિંગ અથવા અપહરણ માટે થાય છે. એસપી મયંક કુમારે શુક્રવારે માહિતી આપી હતી કે, પોલીસની બચાવ કામગીરી દરમિયાન આ ટનલ મળી આવી હતી. તે સમયે અપહરણ કરાયેલ વ્યક્તિને બચાવી લેવામાં આવ્યો  છે.

નોંધપાત્ર વાત એ છે કે, પોલીસે 28 ડિસેમ્બરના રોજ અપહરણ કરાયેલા દિલવાર હુસેનને બચાવતી વખતે આ છુપાયેલી ટનલની શોધ કરી હતી. દિલવાર હુસેનના અપહરણકર્તાઓએ તેના પરિવારને બોલાવીને 5 લાખની માંગણી કરી હતી.

હકીકતમાં દિલાવરને બચાવી લેવામાં આવ્યા પછી, તેમણે પોલીસને આ ટનલ વિશે માહિતી આપી. શુક્રવારે, વિશેષ ટીમે બલિયા વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. કુમારે કહ્યું કે, આ ટનલ જંગલની અંદર ઊંડી છુપાઇ છે. જેની ઉપર કાંટાની બાઉન્ડ્રી છે.

દિલાવારે પોલીસને માહિતી આપી હતી કે, જંગલમાં બનેલી આ ટનલ બાંગ્લાદેશમાં સિલ્હેટ તરફ જાય છે. આ ઉપરાંત માલ અને લોકોની ચોરી માટે નિયમિત ઉપયોગમાં લેવાય છે. એસપી કુમારે કહ્યું કે, બીએસએફએ તેને બંધ કરવા કહ્યું છે. દિલવારના જણાવ્યા મુજબ,92 કિ.મી.ની કરીમગંજ સરહદમાં લગભગ 63 સ્થળોએ અંતર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *