ગાડીમાં કિંમતી સામાન મુકીને જનાર લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો, ગાડીમાંથી ચોરી થઈ ગયું મોંઘુદાટ લેપટોપ- જુઓ વિડીઓ     

અવાર-નવાર ચોરીની ઘટનાઓના વિડીયો સામે આવતા રહે છે. ત્યારે હાલમાં ચોરીનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં ચોરે બોનેટ પર તેલ ઢોળ્યું અને ગાડી ઉભી રાખવી. ત્યારબાદ લેપટોપ અને કિંમતી વસ્તુ લઈને ફરાર થઈ ગયા હતા. ચોરોએ કારના બોનેટ પર પડેલા તેલ તરફ ઇશારો કરીને કારને અટકાવી હતી. કાર સવાર બોનેટ પર પડેલું તેલ જોવા જતા ચોરોએ પાછળથી દરવાજોરી ખોલીને કારમાંથી લેપટોપ બેગની ચોરી કરી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને તેલ ઢોળીને ભાગી ગયેલા સખ્શોની શોધખોળ શરુ કરી છે.

શશાંક શર્માએ પોલીસને જણાવ્યું હતું કે, તે લેન્ડ એન્જિનિયર્સ નામની કંપનીમાં કામ કરે છે. 11 માર્ચની સાંજે 6:30 વાગ્યે તે લાખણી ચોક પાસેથી ઘરે જવા પસાર થઈ રહ્યો હતો. ત્યારે જ કોઈ અજાણ્યા વ્યક્તિએ કહ્યું કે, વાહનના બોનેટ પર તેલ ઢોળાયું છે. તે સમયે તેનો મિત્ર પણ કારમાં હતો.

તે વ્યક્તિની વાત સાંભળીને તેણે કાર ઉભી રાખી. બંને ગાડીનું બોનેટ જોવા ગયા. તે જ સમયે, બે લોકો કારમાંથી બેગ ચોરી ગયા હતા. જેમાં એક લેપટોપ, ફોનનું ચાર્જર, જરૂરી કાગળો, આશરે સાડા બાર હજાર રૂપિયા અને કેટલીક કિંમતી ચીજવસ્તુઓ હતી.

શશાંક શર્માએ જણાવ્યું હતું કે, નોકરીની સાથે સાથે તે મુંબઈથી ઇન્ડસ્ટ્રીઅલ સેફટીનો ઓનલાઈન અભ્યાસ પણ કરે છે. તેની પાસે લેપટોપથી જરૂરી તેના પુસ્તકો પણ હતા. ચોરોની આ ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગઈ છે. પોલીસ દ્વારા આ મામલે વધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટના ફરિદાબાદના મુજેસરમાં બની હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *