માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હાલમાં પણ આવી જ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી રહી છે. સાગબારાના અમિયાર નજીક કપાસથી ભરેલી ટ્રક, કન્ટેઇનર અને ST બસ વચ્ચે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં સ્પાર્ક થતાંની સાથે જ ઓઇલ-કપાસમાં આગ લાગતાં ત્રણેય વાહનો આગની ઝપેટમાં આવી જતાં ભડકે બળી ગઈ હતી.
અકસ્માતમાં ST બસના ડ્રાઇવર અને ડ્રાઇવર તથા ટ્રકનો ક્લિનર ગંભીર રીતે ઈજા પહોંચી હતો. જો કે, ટ્રક તથા કન્ટેઇનરના ડ્રાઇવરનો પત્તો ન લાગતાં તેઓ વાહનમાં જ ફસાઇને ભડથું થઇ ગયાં હોવાની આશંકાઓ પ્રાથમિક તબક્કે વ્યક્ત કરવામાં આવી રહી છે.
સાગબારા દેડિયાપાડા રોડ પર અમિયાર ગામ નજીક ત્રીપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ટ્રક સાગબારાથી દેડિયાપાડા બાજુ જઇ રહી હતી. જ્યારે સામેથી એક કન્ટેઇનર આવી રહ્યું હતું. આ દરમિયાન કન્ટેઇનર ચાલકનું સ્ટિયરિંગ પર કાબુ નહીં રહેતાં કુરિયરનો સામાનથી ભરેલ કન્ટેઇનર કપાસ ભરેલી ટ્રકમાં ધડાકાભેર ભટકાઇ ગઇ હતી.
સાગબારાથી દેડિયાપાડા બાજુ આવી રહેલ ST બસ કન્ટેઇનરમાં પાછળ ભટકાઇ ગઇ હતી. અકસ્માતને લીધે એન્જિનને નુકશાન થતાં ઓઇલ અને ડિઝલ ગળતર થવા સાથે સ્પાર્ક થતાં આગ લાગી હતી. જોતજોતમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરીને કપાસની ટ્રકમાં આગ ભભુકી ઊઠી હતી. ત્યારપછી કન્ટેઇનર તથા બસ પણ આગની ઝપેટમાં આવી ગઇ હતી.
આ ઘટનામાં હાલમાં બસના ડ્રાઇવર તથા ડ્રાઇવર અને ટ્રકનો ક્લિનર ગંભીર રીતેઈજા પહોંચી હતી. જો કે, ટ્રક તથા કન્ટેઇનરના ડ્રાઇવરની જાણ ન થતાં તેઓ વાહનમાં જ ફસાઇને ભડથું થઇ ગયાં હોવાની આશંકાઓ પ્રાથમિક તબક્કે વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનાને કારણે સ્થાનિક પોલીસ દ્છેવારા તપાસ શરુ કરવામાં આવી છે.
ફાયર સ્ટેશન ન હોવાંથી આગ કાબુમાં ન આવી :
સાગબારા રાજ્યનો છેવાડાનો તાલુકો હોવાંથી અહી કોઈ ફાયરસ્ટેશનની સુવિધા ન હોવાને લીધે વાહનો આગમાં ભળીને ભડથું થઈ જવા પામ્યા છે. આગ લાગવાની જાણ આસપાસના ગામમાં ફેલાતા આગ લાગવાને બદલે લોકોના ટોળેટોળાં એકત્ર થઈ ગયાં હતા. બચાવ કામગીરી માટે કોઈ આગળ આવવા માટે તૈયાર ન હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle