પાણીનો ખોટો બગાડ કરશો તો લેવાશે કડક પગલાં, જાણો વિગતે

Bhuj Important water related news: ભુજ શહેરમાં પાણીના બગાડને રોકવા નગરપાલિકાએ મહત્વનો નિર્ણય લીધો છે. શહેરમાં એકાંતરે પાણી વિતરણ કરવામાં આવે છે. પરંતુ ઘણી (Important news related to Bhuj) સોસાયટીઓમાં ટાંકીમાં બોલ વાલ્વ ન હોવાને કારણે પાણી રસ્તા પર વહી જાય છે.

જો પાણીનો બગાડ કરશો તો કનેક્શન કાપી નાખવામાં આવશે
નગરપાલિકાના વોટર સપ્લાય વિભાગ દ્વારા દરેક વિસ્તારમાં વાલમેન મારફતે રહેણાંક વિસ્તારોમાં સૂચના આપવામાં આવશે. ટાંકીમાં બોલ વાલ્વ લગાવવાની સૂચનાનું પાલન ન કરનારના પાણી કનેક્શન કાપી નાખવામાં આવશે.તેમજ અન્ય એજન્સીઓ દ્વારા ખોદકામ સમયે જે લાઈનનો નુકસાન થશે તો નુકસાનની જવાબદારી જે તે એજન્સીએ ભરપાઈ કરવાની રહેશે. તેમજ શહેરમાં પાણીનો બગાડ ન થાય તે માટે ભુજ નગરપાલિકા દ્વારા લોક જાગૃતિ તેમજ સુચનો કરવામાં આવશે.

વધુમાં, અન્ય એજન્સીઓ દ્વારા ખોદકામ દરમિયાન પાણીની લાઈનને નુકસાન થશે તો તેની ભરપાઈ સંબંધિત એજન્સીએ નગરપાલિકામાં કરવી પડશે. આ નિર્ણય અંગેની બેઠકમાં નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકી, કારોબારી ચેરમેન મહિદીપસિંહ જાડેજા, ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કર હાજર રહ્યા હતા.

બેઠકમાં વોટર સપ્લાય સમિતિના ચેરમેન સંજયભાઈ ઠક્કર, શાસક પક્ષના નેતા કમલભાઈ ગઢવી, કમિટીના સભ્ય ધીરેનભાઈ લાલન, વોટર સપ્લાય શાખાના શિવમભાઈ ગુસાઈ અને વિભાગનો સમગ્ર સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો.