IPLમાં શરાબ અને તમાકુની જાહેરાતો થશે બેન? આરોગ્ય મંત્રાલયે ચેરમેનને લખ્યો પત્ર

IPL 2025: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025) 2025 22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. આ સમયગાળા દરમિયાન કુલ 13 સ્થળોએ 74 મેચ રમાશે પરંતુ આ પહેલા આરોગ્ય મંત્રાલયે IPL ચેરમેનને પત્ર લખ્યો છે.

તમાકુ અને દારૂની જાહેરાતો પર પ્રતિબંધ મૂકવા લખ્યો પત્ર
આરોગ્ય મંત્રાલય દ્વારા IPL ચેરમેનને લખેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે IPL મેચો દરમિયાન તમાકુ અને દારૂની જાહેરાતો બતાવવામાં ન આવે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં કેન્સર, ફેંફસાના રોગ, ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર જેવા રોગો ઝડપથી વધી રહ્યા છે. આ બિન ચેપી રોગોમાં વધારો થવાના મુખ્ય કારણો તમાકુ અને દારૂ છે. તમાકુથી થતા મૃત્યુની બાબતમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે છે. અહીં દર વર્ષે દારૂના કારણે લગભગ 14 લાખ મૃત્યુ થાય છે.

‘દારૂની જાહેરાતોના પ્રદર્શન પર સખત પ્રતિબંધ મૂકવો જોઈએ….’
આ વર્ષે IPL 22 માર્ચથી શરૂ થઈ રહી છે. આ દેશમાં જોવામાં આવતી સૌથી મોટી રમત ગમતની ઇવેન્ટ છે. આ પ્લેટફોર્મ દ્વારા તમાકુ અને દારૂનો પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે પ્રચાર કરવામાં આવે છે. આવી સ્થિતિમાં IPL એ સ્ટેડિયમ પરિસરની અંદર અને બહાર તમાકુ અને દારૂની જાહેરાતોના પ્રદર્શન પર સખત પ્રતિબંધ મૂકવો જોઈએ.

આ જાહેરાતો ફક્ત IPL સ્ટેડિયમમાં જ નહીં પરંતુ ટેલિવિઝન પ્રસારણ દરમિયાન પણ પ્રતિબંધિત થવી જોઈએ. પત્રમાં કહેવામાં આવ્યું છે કે IPL સંબંધિત ઇવેન્ટ્સ દરમિયાન તમાકુ અને આલ્કોહોલ ઉત્પાદનોના વેચાણ પર પણ પ્રતિબંધ મૂકવો જોઈએ.

IPL 2025નું શિડ્યુલ
IPL 2025 સીઝન 22 માર્ચથી શરૂ થશે. એટલે કે ટુર્નામેન્ટની શરૂઆતની મેચ આ દિવસે રમાશે. જ્યારે ફાઇનલ મેચ 25 મેના રોજ યોજાશે. આ વખતે ટુર્નામેન્ટના પ્લેઓફ મેચો હૈદરાબાદ અને કોલકાતામાં યોજાશે. ક્વોલિફાયર-2 અને ફાઇનલ મેચ પણ આ મેદાન પર રમાશે. જ્યારે ક્વોલિફાયર-1 અને એલિમિનેટર મેચ હૈદરાબાદમાં યોજાશે. ગયા વખતની જેમ આ સિઝનમાં પણ IPLમાં 10 ટીમો ભાગ લેશે. આ ટીમો વચ્ચે 65 દિવસમાં ફાઇનલ સહિત કુલ 74 મેચ રમાશે. આ બધી મેચો ભારતમાં ફક્ત 13 સ્થળોએ જ યોજાશે.