Student dies in Surat accident: રાજ્યમાં અકસ્માતની ઘટના બંધ થાવનું નામ જ નથી લઈ રહ્યું છે. દિવસે ને દિવસે અકસ્માત કિસ્સામાં વધારો થઈ રહ્યો છે. તેવું જ એક ગંભીર અકસ્માતની ઘટના સુરત માંગરોળ તાલુકાના પીપોદરા ગામ નજીક કોઈક ખામી સર્જાતા ટેમ્પા ચાલકે હાઇવે પર ટેમ્પો ઊભો રાખ્યો હતો. તે દરમિયાન પાછળથી આવી રહેલ એક મોપેડ ચાલકે સાડી દેતા મોપેડ પર સવાર વિદ્યાર્થીનીને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી અને તેના કારણે તેનું મોત(Student dies in Surat accident) નિપજ્યું હતું.
વધુ તપાસ કરતા યુવતીનું નામ ટિશા પટેલ હોવાનું જાણવા મળી રહ્યું છે ને તે તેના પિતા સાથે ઓલપાડ તાલુકાના કુડસદ ગામ ખાતે આવેલ ધનવંતરી કોલેજમાં ફાર્મસીના પહેલાં વર્ષમાં અભ્યાસ કરી રહી હતી. દિવાળીનું વેકેશન ખુલ્યા પછી તેઓ આજે પ્રથમવાર તેઓના પિતા સાથે કોલેજ તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન તેઓને આ અકસ્માત નડ્યો હતો અને ગંભીર ઈજાઓના કારણે તેનું મોત થતાં તેઓના પરિવારમાં તેમજ મિત્ર વર્તુળમાં શોકનો માહોલ છવાઈ ગયો છે .સમગ્ર મામલે હાલ કોસંબા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.
અત્રે ઉલેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 5 અક્સંતની ઘટનાઓ બનવા પામી છે. રાજકોટ-અમદાવાદ હાઈવે પર બામણબોર નજીક અકસ્માત સર્જાયો હતો. નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારી સામે આવી હતી. કામનાં લીધે રસ્તા વચ્ચે કાળા રંગનાં બેરલ રખાયા હતા. રાત્રી સમયે બેલર નજરે ન પડતા બે કારને અકસ્માત નડ્યો હતો. સેફ્ટી માટે રખાયેલા બેરલ પર રેડિયમ કે સફેદ કલરનાં પટ્ટાનો અભાવ હતો. અકસ્માતમાં ગંભીર રીતે એક વ્યક્તિ ઘાયલ થયો હતો. ત્યારે કાર ચાલકે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમજ કાર ચાલકે કોન્ટ્રાક્ટરનો ઉધડો લીધો હતો.
આ ઉપરાંત વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. દાહોદનાં જાલત નજીક ખાનગી બસ અને ઈકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઈકોમાં સવાર એક મહિલા સહિત બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ખાનગી લકઝરી મધ્યપ્રદેશથી મોરબી જઈ રહી હતી. બસ ચાલક દારૂના નશામાં હોવાનો મુસાફરોનો આક્ષેપ છે. ત્યારે અકસ્માત બાદ બસ મુકી ચાલક અને ક્લીનર ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્તોને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. અકસ્માતને લઈ કતવારા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube