“SORRY મમ્મી-પપ્પા, હું તમારા વિશ્વાસ પર ખરી ન ઉતરી શકી, તમારું ધ્યાન રાખજો” -સુસાઈડ નોટ લખીને MBBS વિદ્યાર્થીનીએ કરી આત્મહત્યા

બાડમેર(Barmer) મેડિકલ કોલેજ(Medical College)ની MBBS બીજા વર્ષની વિદ્યાર્થીનીએ સોમવારે મોડી રાત્રે ગર્લ્સ હોસ્ટેલ(Girls Hostel)માં આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. રૂમમાંથી એક સુસાઈડ નોટ પણ…

બાડમેર(Barmer) મેડિકલ કોલેજ(Medical College)ની MBBS બીજા વર્ષની વિદ્યાર્થીનીએ સોમવારે મોડી રાત્રે ગર્લ્સ હોસ્ટેલ(Girls Hostel)માં આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. રૂમમાંથી એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી. જે નોટ અંગેની જાણ પોલીસે પરિવારજનોને કરી છે. બાળકીના માતા- પિતાના આવ્યા બાદ લાસને પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. બીજા વર્ષની પરીક્ષા જાન્યુઆરીમાં યોજાવાની હતી.

સુનિતાએ તેની રૂમમાં એક સુસાઈડ નોટ લખીને મૂકી હતી. જો કે પોલીસ દ્વારા હજુ સુધી આ અંગે વધુ કોઈ ખુલાસો કર્યો નથી, પરંતુ પ્રાથમિક માહિતી મુજબ સુનીતાએ સ્યુસાઈડ નોટમાં તેના માતા-પિતાને સંબોધતા લખ્યું છે કે, પાપા-મમ્મી, મને માફ કરી દો. હું તમારી માન્યતા પ્રમાણે જીવી નથી શકી. તમે તમારી સંભાળ રાખો. માફ કરશો મમ્મી અને પપ્પા, હું આ પગલું ભરી રહી છું.

હોસ્ટેલમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક સુનીતા મીના અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હતી. તે તમામ વિદ્યાર્થીઓ સાથે સુમેળમાં રહેતી હતી. તેણે ક્યારેય પોતાના ચહેરા પર કોઈ મુશ્કેલી આવવા દીધી નથી. તેમના પરિવારમાં લગ્ન પ્રસંગ હતો. તો સુનીતા બે-ત્રણ દિવસ પહેલા જ ખેતરીથી બાડમેર આવી હતી.

આચાર્યએ વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કર્યું હતું.
આત્મહત્યા બાદ આઘાતમાં સરી પડેલા વિદ્યાર્થીઓને સમજાવવું ખુબ જ મુશ્કેલ થઈ રહ્યું હતું. બધા જ વિદ્યાર્થીઓ રડતા હતા. આવી પરીસ્થિતિમાં પ્રિન્સિપાલે તમામ વિદ્યાર્થીઓને ભેગા કર્યા અને તેમને સમજાવ્યા હતા અને તેનું કાઉન્સેલિંગ કર્યું હતું. લાંબા સમય સુધી સમજાવ્યા બાદ દરેક વિદ્યાર્થીઓ સામાન્ય સ્થિતિમાં આવ્યા હતા.

ચુંદડી દ્વારા ફાંસીનો ફંદો બનાવી કરી આત્મહત્યા:
ગ્રામીણ પોલીસ અધિકારી પરબત સિંહના જણાવ્યા અનુસાર, સુનિતાએ મેડિકલ કોલેજની ગર્લ્સ હોસ્ટેલના રૂમમાં ચુંદડી દ્વારા ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી પોતાનો જીવ ગુમાવ્યો હતો. સ્ટુડન્ટ સુનિતા મીના 19 વર્ષની હતી અને તે ઝુંઝુનુના ખેત્રીની રહેવાસી હતી. તેને જે રૂમમાં સુસાઈડ કર્યું છે ત્યાં એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. પરિવારજનોના રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. આપઘાતના કારણોનો ખુલાસો થયો નથી. વિદ્યાર્થીએ હોસ્ટેલના રૂમમાં પંખા પર લટકીને પોતાની જીવ ગુમાવ્યો હતો. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વિદ્યાર્થીના મૃતદેહને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *