ટીનએજ માં હજુ પ્રવેશ કર્યો ત્યાં તો કરી લીધું મોતને વ્હાલું- સુરતમાં 13 વર્ષની દીકરીએ ખાધો ગળાફાંસો

ગુજરાત માં સતત આત્મહત્યાના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આજરોજ આવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી છે. હાલમાં આત્મહત્યાના વધતા કેસોમાં એક એવો કેસ સામે આવ્યો છે જેમાં ધોરણ 7ની 13 વર્ષીય વિદ્યાર્થિનીએ ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. માતા-પિતાની ગેરહાજરીમાં આપઘાત કરી લેનાર સ્તુતિને લઈ પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

એટલું જ નહીં પણ દીકરીના મૃતદેહને લઈ સુરત સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં આવેલા પરિવારને કફન પણ ન અપાયું અને એક કલાક રઝળ્યાં હોવાનું જાણવા મળ્યું છે. સફાઈ કર્મચારીઓની હડતાળને લઈ મૃતદેહ ટ્રોમા સેન્ટરથી 200 મીટર દૂર પોસ્ટમોર્ટમ રૂમમાં મૂકવા માટે મેડિકલ ઓફિસરે 108 બોલાવવાની ફરજ પડી હતી.

કાના સુરથભાઇ જૈનાએ જણાવ્યું હતું કે, તેઓ ઓરિસ્સાના વતની છે અને સુરતમાં સંચા કારીગર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગુરૂવારની મોડી સાંજે માતા-પિતા, બહેન સૃતિને ઘરમાં છોડી બજારમાં કપડાં અને સામાનની ખરીદી કરવા ગયા હતા.

ત્યારબાદ પરત આવ્યા ત્યારે જોયું તો સ્તુતિ ઘરમાં હુક અને નાયલોનની દોરી પર લટકતી હતી. પપ્પા સ્તુતિને એટલું જ કહીને ગયા હતા કે, ભાઈ આવે એટલે તેને જમાડી દેજે, ત્યારબાદ તે કામ પર ચાલ્યા ગયા હતા. જોકે, બહેનના આત્મહત્યાની જાણ થતા જ હું દોડીને ઘરે આવી ગયો હતો અને તાત્કાલિક બહેનને 108માં સુરત સિવિલ હોસ્પિટલ લઈ આવ્યો હતો.

વધુમાં જાણવા મળ્યું હતું કે, સિવિલ આવ્યા બાદ ડોક્ટરોએ કહ્યું હતું કે અહીંયા સફાઈ કામદારોની હડતાલ છે. એટલે સ્મીમેર લઈ જાવ, જેને લઈ 108ના કર્મચારીએ વિરોધ કરી સૃતિને સ્ટ્રેચર પર છોડી ચાલ્યા ગયા હતા. ત્યારબાદ સૃતિની મેડિકલ તપાસ કરી ડોક્ટરોએ મૃત હોવાની જાણ બાદ તેમને રઝળતા છોડી દીધા હતા. કફન વગર સૃતિનો મૃતદેહ ટ્રોમામાં સ્ટ્રેચર પર એક કલાક સુધી રઝળતો રહ્યો હતો.

ત્યારબાદ બીજા એક ડોક્ટરે આવીને પૂછપરછ કરી અને તાત્કાલિક 108માં જાણ કરી એમ્બ્યુલન્સ બોલાવી હતી. સ્તુતિનો મૃતદેહ કફન વગર જ ટ્રોમા સેન્ટરથી 200 મીટર દૂર પોસ્ટમોર્ટમ રૂમમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં 108ના કર્મચારીએ મદદ કરતા મૃતદેહ પોસ્ટમોર્ટમ રૂમમાં મૂકવામાં મદદ મળી હતી. આ દરમિયાન જણાયું કે, સિવિલમાં ખરેખર માનવતા મરી જ પરવારી છે.

સૃતિ ધોરણ-7ની વિદ્યાર્થીની હતી અને આખું પરિવાર 15 દિવસ બાદ વતન ઓરિસ્સા જવાની તૈયારી કરતો હતો. 1 વર્ષ પહેલાં મૃત્યુ પામેલા દાદાની એક સામાજિક વિધિને લઈ ઓરિસ્સા જવાનું આયોજન કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં પણ બધા જ માટે નવા કપડાં અને સામાન ખરીદવાની તૈયારી ચાલતી હતી. સૃતિની આત્મહત્યા પાછળનું કોઈ કારણ હજી સુધી જાણવા મળ્યું નથી. આ દરમિયાન ઘટના અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *