રાજ્ય સરકારે UGCની ગાઈડલાઈન અનુસાર કોરોના મહામારી (COVID-19) ને ધ્યાનમાં લઈને સેમેસ્ટર 2 અને 4 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો કરાયો છે. પરંતુ સેમેસ્ટર 6 ના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનો કાર્યક્રમ જાહેર કરાતા સેમેસ્ટર ૬ અને અંતિમ સેમેસ્ટર માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી ને પત્ર લખીને માંગ કરી છે કે તેમની પરીક્ષા પણ રદ્દ કરાય અને પ્રમોશન અપાય.
સુરતમાં વિદ્યાર્થી રક્ષા સમિતિના વિદ્યાર્થીઓએ માંગ કરી છે કે, અતિમ સેમેસ્ટરમાં પરીક્ષાઓ રદ્દ થાય અને સરકારે કરેલ નિર્ણય પર ફેરવિચારણા કરવામાં આવે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે, મુક કોલેજો જ કંટેન્મેંટ ઝોનમાં છે તો ત્યાં જઈ વિદ્યાર્થીઓના જીવના જોખમે માનસિક દબાણ વચ્ચે કેવી રીતે પરીક્ષા આપશે?
અમુક વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે કંટેન્મેંટ ઝોનમાંથી આવતા હોય છે તો તેઓ કોરોના કેરિયર હશે કે નહી તેની જવાબદારી કોણ લેશે? વિદ્યાર્થીઓની મુઝવણ છે કે બધી કોલેજો પાસે શું સેનીટાઇઝેશનની પૂરતી સુવિધા હશે? જો હા તો બધા વિદ્યાર્થીઓને સમય મર્યાદામાં સેનીટાઇઝ કરી શકાશે ખરા?
પરીક્ષા આપવા બેસેલ વિદ્યાર્થી સતત બાજુમાં બેસેલા વિદ્યાર્થીને કોરોના તો નથીને તે ડર ડર સાથે કેવી રીતે સારું લખી શકશે?
અમુક વિદ્યાર્થીઓ કે જેઓ સેમેસ્ટર 6 પાસ કરી ચૂકેલ છે પરંત પાછળના વર્ષમાં A.T.K.T. છે અને જેઓ આગળના અભ્યાસ માટે અન્ય રાજ્ય કે અન્ય દેશમાં જવાના હોય પરંતુ કોરોના મહામારી ને કારણે તેઓની પરીક્ષા ઓકટોબર- નવેમ્બરમાં ખસેડવામાં આવી છે તો તેઓને આગળના અભ્યાસ માટે ખૂબ સમય નીકળી જાય એમ છે શક્ય હોય તો A.T.K.T. ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અમુક શરતોને આધિન આપવામાં આવે તેવું આયોજન થાય તેવી માંગ કરાઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news