Celebration of operation sindoor in School: રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા આજરોજ ધોરણ 10 બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું તો બુધવારે દેશની જાંબાઝ સેનાએ ઓપરેશન સિંદૂરના માધ્યમથી પહલગામમાં થયેલા આતંકી હુમલાનો બદલો વાળ્યો હતો, ત્યારે શહેરના વશિષ્ઠ (Celebration of operation sindoor in School) ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા આ બંને પ્રસંગોની અનોખી રીતે એક સાથે ઉજવણી કરવામાં આવી હતી. એક તરફ બોર્ડ પરીક્ષામાં શાળાના શ્રેષ્ઠ પ્રદર્શનની વિદ્યાર્થીઓએ ઉજવણી કરી હતી, તો સાથે જ પહેલગામમાં થયેલા આતંકી હુમલાના બદલા તરીકે દેશની સેના દ્વારા સફળતા પૂર્વક પાર પાડવામાં આવેલા ઓપરેશન સિંદૂરને વિદ્યાર્થીઓએ નાટક, ડાન્સ અને ગીતના માધ્યમથી રજૂ કરી સૌના દિલ જીતી લીધા હતા.
આજરોજ ધોરણ 10 ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું ત્યારે ફરી એકવાર વસિષ્ઠ વોરીયર્સનો દબદબો જોવા મળ્યો હતો. આ વર્ષે પણ બોર્ડની પરીક્ષામાં વસિષ્ઠ ગ્રૂપ ઓફ સ્કૂલ્સનાં 63 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. તેમજ 115 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. વસિષ્ઠ વિદ્યાલય, વાવમાં શાળાની તેજસ્વી વિદ્યાર્થિની પટેલ પ્રાચી કે જેઓ 97.33 % તેમજ 99.91 PR. પ્રાપ્ત કરીને શાળામાં પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થયા છે. આ ઉપરાંત બીજા ક્રમાંકે બુહા જેન્સી કે જેમને 97.00 % અને 99.87 PR. પ્રાપ્ત થયા છે.
તેમજ બીજા ક્રમાંકે જ શિંગાળા 97.00 % અને 99.87 PR. પ્રાપ્ત થયા છે. તેમજ ચાર વિદ્યાર્થીઓએ ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી છે. શાળાના વિદ્યાર્થીઓએ અને શાળા પરિવારે આ સફળતાની ઉજવણી કરી હતી સાથે જ “ઓપરેશન સિંદુર” શીર્ષક હેઠળ શ્રી વસિષ્ઠ વિદ્યાલય, વાવમાં વિદ્યાર્થીઓએ ભારતીય સેનાનાં શોર્યની ભાવનાત્મક ઉજવણી પણ કરી હતી. કશ્મીરમાં પહેલગામ વિસ્તારમાં નિર્દોષ પ્રવાસીઓ પર પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો. જેમાં 26 જેટલાં નિર્દોષ પ્રવાસીઓની નિર્મમ હત્યા કરવામાં આવી હતી.
View this post on Instagram
આ જઘન્ય ઘટનાને કારણે આખોય દેશ આક્રોશ, ગુસ્સો અને દુઃખમાં ગરકાવ થઈ હતો. દેશ આ ઘટનાનો બદલો લેવા આતુર હતો ત્યારે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ‘ઓપરેશન સિંદુર’ મિશન તળે પાકિસ્તનમાં સ્થિત આતંકી અડ્ડાનો ખાત્મો બોલાવવામાં આવ્યો.આજે જ્યારે આ પ્રસંગે અત્યારે દેશમાં આનંદ અને શૌર્યનું ભાવનાત્મક વાતાવરણ રચાયું છે ત્યારે વસિષ્ઠ વિદ્યાલય દ્વારા “ઓપરેશન સિંદુર” શીર્ષક હેઠળ શ્રી વસિષ્ઠ વિદ્યાલય, વાવમાં વિદ્યાર્થીઓએ ભારતીય સેનાનાં શોર્યની ભાવનાત્મક ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યકમ બે ભાગમાં યોજાયો હતો. જેમાં પ્રથમ ભાગમાં “ઓપરેશન સિંદુર” ની ભાવનાત્મક ઉજવણી કરવામાં આવી અને બીજા ભાગમાં જો ભારત – પાકિસ્તાનનું યુદ્ધ થાય તો વિદ્યાર્થીઓ અને નાગરિકોએ કેવા પ્રકારની કાળજી લેવી તેની ‘મોક ડ્રીલ’ યોજવામાં આવી હતી.
જેના થકી વિદ્યાર્થીઓને યુદ્ધ સમયે કેવા પ્રકારની તકેદારી રાખવી તેના વિષે સચોટ અને સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. આ “ઓપરેશન સિંદુર” કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા સંવાદ, નાટક, ડાન્સ રજૂ કરવામાં આવ્યા હતા. શાળાના શિક્ષિકા બેલાબહેને સ્વરચિત ગીત પ્રસ્તુત કર્યું હતું. શાળાના પ્રાથમિક વિભાગના આચાર્ય અશ્વિનભાઈ કરકરે બાળકોને યુદ્ધ સમયે કેવા પ્રકારની તકેદારી રાખવી તેના વિષે સચોટ અને સંપૂર્ણ માહિતી આપી હતી. શાળાના પ્રધાનાચાર્ય મેહુલભાઈ વાડદોરીયાએ સમગ્ર ભારતીય નાગરિકો વતી, વિદ્યાર્થીઓ વતી ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો તેમજ સમગ્ર ભારતીય સેનાનો આભાર પ્રગટ કર્યો હતો.
આવા પ્રેરણાદાયી કાર્યક્રમોનું આયોજન કરવા બદલ શાળાના ચેરમેન રમણીકભાઈ ડાવરીયા, ડાયરેક્ટર વિજયભાઈ ડાવરીયા તથા રવિભાઈ ડાવરીયા, એજ્યુકેશનલ એડવાઈઝર ડો. પરેશભાઈ સવાણી, શાળાના પ્રધાચાર્ય મેહુલભાઈ વાડદોરીયાએ સૌને અભિનંદન પાઠવીને આભાર પ્રગટ કર્યો હતો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App