રિલ્સના ચક્કરમાં યુવાનનો ખતરનાક સ્ટંટ: ચાલુ ગાડીએ ઉપર ચડીને બતાવી હિરોપંતી, જુઓ વિડીયો

Viral Video: કાર અને બાઇક માણસે પોતાની સુખ સુવિધા માટે ઉપયોગ કરે છે. જેથી એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી જઈ શકાય. પરંતુ કેટલાક લોકો તેનો ઉપયોગ સ્ટંટ(Viral Video) કરવામાં માટે કરે છે. પરંતુ એક વ્યક્તિનો વિડીયો વાયરલ થયો છે જેમાં તે ડ્રાયવિંગ સીટ પર બેસી સ્ટંટ કરતો જોવા મળે છે.

તેનો સ્ટંટ જોઈ લોકોએ તેના પર કમેન્ટ પણ કરી છે કે ભાઈ અનો બીજો ભાગ તો હવે પોલીસ જ અપલોડ કરશે.  થોડા દિવસો પહેલા એક યુઝરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો અપલોડ કર્યો હતો. પોલીસ તેનો પાર્ટ-2 અપલોડ કરશે તેવું પણ લખવામાં આવ્યું હતું. વીડિયોમાં એક વ્યક્તિ ચાલતી કારમાં ચઢીને સ્ટંટ કરતો જોવા મળી રહ્યો છે.

સ્ટંટ એવું છે કે તે પહેલા કારનો દરવાજો ખોલે છે. પછી તે કૂદીને ચાલતી કારની છત પર ચઢી જાય છે. આ વીડિયો એટલો વાયરલ છે કે તેને અત્યાર સુધીમાં 10 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. હજારથી વધુ વખત શેર કરવામાં આવી છે. કોમેન્ટ્સ પણ લગભગ અડધા હજાર સુધી પહોંચી ગઈ છે.

જેમાં લોકોએ ઘણી પ્રતિક્રિયાઓ આપી છે.  પોલીસને ટેગ કરતાં એક યુઝરે લખ્યું કે અન્ય લોકોનો જીવ જોખમમાં મુકાઈ રહ્યો છે. કહ્યું કે રસ્તા પર આવા લોકોથી દરેકને ખતરો છે. પોલીસને અપીલ કરી કે તેનું લાઇસન્સ રદ કરવામાં આવે. ઝાલાવાડ પોલીસના એક્સ એકાઉન્ટમાંથી પણ આ અંગે ટિપ્પણી કરવામાં આવી હતી. લખ્યું છે કે સંબંધિત સર્કલ ઓફિસર/પોલીસ અધિકારીને નિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી માટે જાણ કરવામાં આવી છે.

જ્યારે કેટલાકે કટાક્ષ કરીને લખ્યું કે જો બીજો ભાગ આવે તો અપલોડ કરજો. અન્ય એક યુઝરે લખ્યું કે કદાચ પોલીસ પાછળથી તેનો વીડિયો બનાવી રહી છે અને તેને ગમે ત્યારે અપલોડ કરી શકે છે. આ વીડિયો રિલીઝ થયા બાદ લોકો પોતાના મંતવ્યો જણાવી રહ્યા છે. તમે પણ કમેન્ટ કરી જણાવો કે આવા સ્ટંટ કેટલા યોગ્ય હોય છે.