જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવતા નાસીપાસ થઇ ભાંગી પડે છે જ્યારે ઘણા લોકો આને તક માનીને વધારે મજબૂતીથી ઉભરે છે. આ લોકોની યાદીમાં રજની બેકટરનો સમાવેશ થાય છે. રજની બેકટર એ ભાગલાનો ડંખ ઝીલ્યો હતો તેમજ કરાચીમાં જન્મેલા રજની બેકટર ભાગલા પછી ભારત દેશ આવ્યા.
ભારત દેશમાં આવ્યા પછી તેમનો પરિવાર દિલ્હીમાં વસી ગયો. દિલ્હીમાં રજની બેકટરે ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું. એ પછી તેમનાં લગ્ન લુધિયાણામાં થયા. લગ્ન થયા પછી રજની બેકટરે પોતાનાં બિસ્કિટ બનાવાનાં શોખને વ્યવસાય બનાવાનો નિર્ણય કર્યો તેમજ વર્ષ 1978માં પોતાનાં ઘરમાંથી બિસ્કિટ બનાવાનું ચાલુ કર્યું.
હાલના સમયમાં મહેનત તેમજ ધગસનાં દમ ઉપર મિસેસ બેકટર્સ ફૂડ સ્પેશ્યાલિટીઝનાં માલિક છે તેમજ તેમની કંપની ક્રીમિકા બ્રાન્ડથી બિસ્કિટ, બ્રેડ તેમજ આઇસ્ક્રીમ દુનિયાનાં 50 કરતા વધારે દેશોને નિકાસ કરે છે. તેની કંપનીનું વાર્ષિક ટર્નઓવર 700 કરોડ જેટલા રૂપિયાનું છે. રજની બેકટરની કંપની ફાસ્ટ ફૂડ ચેન મેકડોનાલ્ડસ તેમજ બર્ગર કિંગને બ્રેડ સપ્લાય પણ કરે છે.
તમને લોકોને જણાવી દઇએ કે, હાલ આ કંપની IPO લાવવાની તૈયારી કરે છે. મિસિસ બેક્ટર્સ ફૂડ સ્પેશ્યાલિટીઝ કંપનીએ આની અગાઉ વર્ષ 2018માં પણ પોતાનો IPO લાવવાનો નિર્ણય કર્યો હતો. જો કે એ પછી તેમણે અમુક કારણોથી આ વિચારને ત્યાગી દીધો હતો.
મિસિસ બેક્ટર્સ કંપનીને CX Patners તેમજ ગેટવે પાર્ટનર્સ નામની બે પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ સહયોગ આપે છે. હાલ આ બન્ને ફર્મ પ્રસ્તાવિત IPO દ્વારા મિસીસ બેકટર્સ કંપનીમાંથી બહાર નીકળવા ઈચ્છે છે. કંપનીમાં પ્રમોટર્સની પાસે 52.45 % જેટલો હિસ્સો છે તેમજ CX Patners તેમજ ગેટવે પાર્ટનર્સની પાસે 46.75 % જેટલો હિસ્સો છે.
કંપનીએ SEBIને આપેલાં નિવેદનમાં જણાવ્યું છે કે, કંપની IPOમાંથી મળેલ રકમમાંથી પંજાબ રાજ્યનાં રાજપુરામાં આવેલાં મેન્યુફેકચરિંગ યુનિટનું વિસ્તરણ કરશે. એવું પણ કહેવાય છે કે, આવતા વર્ષે ફેબ્રુઆરી માસમાં કંપનીનો IPO આવી શકે છે.
31 માર્ચ, 2020નાં દિવસે કંપનીની આવક 762 કરોડ જેટલા રૂપિયા રહી. આમાં કંપનીએ 30 કરોડ જેટલા રૂપિયાનો ટેક્સ ભર્યો. તમને લોકોને જણાવી દઇએ કે, મિસિસ બેકટર્સ ફૂડ સ્પેશ્યાલિટી કંપનીનાં પંજાબ રાજ્યનાં રાજપુરા ઉપરાંત હિમાચલ પ્રદેશનાં ટાહલિવાલ, ઉત્તર પ્રદેશ રાજ્યનાં ગ્રેટર નોઇડામાં, મહારાષ્ટ્ર રાજ્યનાં ખોપોલીમાં, કર્ણાટક રાજ્યનાં બેંગલુરૂમાં પણ મેન્યુફેકચરિંગ યુનિટ આવેલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle