ચીન સહિત વિશ્વના અનેક દેશોમાં કોરોના વાયરસ હજુ થંભવાનું નામ લેતો નથી. ચીનથી ફેલાયેલા કોરાના વાયરસે હવે ભારતમાં પણ દસ્તક આપી દીધી છે. કોરોનાને કારણે ભારતમાં બીજુ મોત થતા ખળભળાટ મચી ગયો છે બીજું મોત દિલ્હીમાં 69 વર્ષીય વૃદ્ધનું થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ આ કોરોના વાયરસે દસ્તક આપી દીધી છે.
31માર્ચ સુધી વર્કશોપ, સેમિનાર, કોન્ફરન્સ યોજવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. સરકારે સામુહિક મેળાવડા અને નાના મોટા પ્રસંગ ન ઉજવવા અપીલ કરી છે. જિલ્લા કલેકટર સહિતના તંત્રને સરકારે લોકો સુધી માહિતી પહોંચાડવાનું સૂચન કર્યું છે. મહત્વપૂર્ણ બાબત છે કે ભારતમાં કોરોનાના 81 કેસ નોંધવામાં આવ્યા છે. ગુજરાતમાં હજુ સુધી એક પણ કેસ પોઝિટીવ જોવા મળ્યો નથી. કોરોના વાયરસને લઇ સાવચેતીનાં ભાગરૂપે મુખ્યમંત્રી વિજય રુપાણીએ પોતાના આગામી દિવસોનાં જેટલા પણ જાહેર કાર્યક્રમો હતા એ તમામ રદ કરી નાંખ્યા છે. CM રૂપાણીએ 31 માર્ચ સુધીના પોતાના તમામ કાર્યક્રમો રદ્દ કર્યા છે. કોઈપણ કાર્યક્રમોમા સીએમ રુપાણી હવેથી છેક 31 માર્ચ સુધી હાજર નહીં રહે. મુખ્યમંત્રી સાથે કે સરકાર સાથે જોડાયેલ કોઈ સરકારી કાર્યક્રમો પણ નહીં યોજાય એવી માહિતી સામે આવી છે.
મુખ્યમંત્રી વિજય રુપાણીએ સાવધાનીના પગલે 31 માર્ચ સુધીનાં સીએમ શેડ્યૂલનાં બધા જ કાર્યક્રમો રદ કરવામાં આવ્યાં. તેમજ સંબંધિત અધિકારીઓ, મંત્રીઓ અને વિભાગો પણ કોઈ જાહેર કાર્યક્રમો ન યોજે તેવી સૂચના આપવામા આવી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત હવે ધીરે ધીરે કોરોનાના ભરડામાં આવવા લાગ્યું છે. જેથી સાવચેતી રાખવી એ ખુબ જ જરૂરી છે. વડોદરામાં પણ એક શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. એ સિવાય વડોદરા અમદાવાદ બાદ બનાસકાંઠાના ડીસામાં 4 તબીબોને શંકાસ્પદ કોરોના જોવા મળ્યો છે. ભણસાલી હોસ્પિટલમાં 4 તબીબોના સેમ્પલ લેવામાં આવ્યા છે. આ રીતે હવે નાના મોટા બધા જ વિસ્તારમાં કોરોનાએ ફફડાટ મચાવી નાંખ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.