કહેવાય છે કે, ‘રામ રાખે તેને કોણ ચાખે!’ આવી જ કઈક ઘટના હાલમાં બની છે. ભગવાન જેને બચાવે છે તેને કોઈ નુકસાન પહોચાડી શકતું નથી. સોશિયલ મીડિયા (Social media) પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં જોવા મળ્યું છે. હાઈવે પર જે રીતે કાર અકસ્માત (Accident) થયો તેનો વિડીયો જોઈને તમારો આત્મા કંપી ઉઠશે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે ડ્રાઈવરને થોડી પણ ઈજા પહોચી નથી.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક કાર બેકાબૂ થઈ ગઈ અને રોડની બાજુમાં ગાર્ડ રેલ સાથે અથડાઈ. વીડિયોમાં જોઈ શકાય છે કે ગાર્ડ રેલ કારની વચ્ચેથી ઘૂસી જાય છે અને કારને ફાડીને પચાસ ફૂટ ક્રોસ કરે છે. વિડિયોમાં કારની હાલત જોઈને તમે ભાન ભૂલી જશો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ખૂબ જ ઝડપથી સોશિયલ મીડિયામાં જોવામાં આવ્યો છે.
View this post on Instagram
કેવી રીતે થયો કાર અકસ્માત
વીડિયોમાં જોઈ શકાય છે કે કારનો અકસ્માત એટલો ભયાનક હતો કે, ગાર્ડ રેલ કારને વચ્ચેથી ફાડી નાખે છે. કારની અંદર ગાર્ડ રેલ પણ દેખાય છે. તમે જોઈ શકો છો કે ડ્રાઈવરની સીટ સુરક્ષિત છે, ગાર્ડ રેલ બાકીની કારને વચ્ચેથી ફાડી નાખે છે. પરંતુ સૌથી નવાઈની વાત એ છે કે આટલા ખતરનાક અકસ્માત પછી પણ કારના ડ્રાઈવરને કંઈ થતું નથી.
ડ્રાઇવરને થોડી પણ ઈજા પહોચી નથી
વીડિયોમાં તમે કારના ડ્રાઈવરને જોઈ શકો છો. ભયાનક અકસ્માતમાં કાર ચાલકને થોડી પણ ઈજા પહોચી નથી. અકસ્માત બાદ ડ્રાઈવર કારમાંથી બહાર નીકળીને રોડની બાજુમાં બેસી જાય છે. વીડિયોમાં તમે કારના ડ્રાઈવરને અન્ય લોકો વચ્ચે આરામથી બેઠેલા જોઈ શકો છો. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર punjabi_industry નામના પેજ પરથી અપલોડ કરવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.