Youth dies of heart attack in Jharkhand: પલામુ(Palamu)માં જીમમાં વર્કઆઉટ કરતી વખતે એક યુવકનું મોત થયું હતું. 37 વર્ષીય પપલુ દીક્ષિત(Paplu Dixit) ગુરુવારે પોતાના રૂટિન મુજબ જીમમાં વર્કઆઉટ કરી રહ્યો હતો. આ દરમિયાન તે થોડીવાર પછી હાંફતા- હાંફતા નીચે પડી ગયો અને તેનું ઘટનાસ્થળે જ મોત(Youth dies of heart attack in Jharkhand) થયું હતું. જીમની અંદરના સીસીટીવી(CCTV) ફૂટેજ સામે આવ્યા છે. જેમાં આ તસવીરો કેદ થઇ ગઈ હતી.
મામલો મેદિનીનગરનો છે. મોતનો આ વીડિયો જોઈને ડૉક્ટર અને જિમ ટ્રેનર પણ ચોંકી ગયા છે. યુવકનું મોત હાર્ટ એટેકના કારણે થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વીડિયો મેદિનીનગરના બસ સ્ટેન્ડ પાસે આવેલી ફિટનેસ ક્લબનો છે.
જીમમાં વર્કઆઉટ કરતી વખતે થયું મોત – LIVE વિડીયો #jharkhand #exercise #LIVE #CCTV #trishulnews pic.twitter.com/Es7s68DiEb
— Trishul News (@TrishulNews) June 26, 2022
ચૈનપુરનો રહેવાસી પપલુ ડાલટનગંજ સેન્ટ્રલ જેલમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતો હતો. છેલ્લા 3 મહિનાથી તે દરરોજ જીમમાં આવતો હતો. ગુરુવારે સવારે પણ તે દરરોજની જેમ લગભગ છ વાગ્યે જિમ પહોંચ્યો હતો. અડધો કલાક કસરત કર્યા બાદ તેમનું મૃત્યુ થયું હતું.
જીમ ઓપરેટર કૌશલ યાદવના જણાવ્યા અનુસાર, પપલુએ ગુરુવારે લગભગ અડધા કલાક સુધી વિવિધ પ્રકારના વર્કઆઉટ કર્યા હતા. આ દરમિયાન વજન ઉપાડતી વખતે પપલુ અચાનક બેહોશ થઈ ગયો હતો. જીમમાં હાજર લોકોએ મોઢા પર પાણી રેડ્યું. તેમને હોશમાં લાવવાનો પ્રયાસ કર્યો. પપલુ પર તેની કોઈ અસર થઈ ન હતી. તેને તાત્કાલિક સારવાર માટે MMCHમાં લાવવામાં આવ્યો હતો. તપાસ બાદ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
મૃત્યુનું કારણ જાણવા માટે પપલુના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. પોલીસ અને પરિવારના સભ્યો રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે. ઘટના બાદ જીમ સંચાલકે જીમ બંધ કરી દીધો હતું. શ્રી નારાયણ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ, પલામુના ડૉક્ટર ડૉ. ગૌરવ અગ્રવાલે કહ્યું કે મૃત્યુનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી જ જાણી શકાશે. શક્ય છે કે, યુવાનને હાર્ટ એટેક આવ્યો હોય. જીમ ટ્રેનરે કહ્યું કે, મૃત્યુનું ચોક્કસ કારણ તો ડોક્ટરો જ કહી શકે છે પરંતુ હાર્ટ એટેકની શક્યતાને નકારી શકાય તેમ નથી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube