સરથાણામાં શનિવારે બપોરે ટી.વી પર ક્રાઇમ પેટ્રોલ સિરીયલ જોઇને તેનું અનુકરણ કરવા જતા ૧૩ વષીૅય કિશોરને ગળે ફાંસો લાગી જતા મોત થયુ હતું.
સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ સરથાણામાં બી.બી.સી બિલ્ડીંગ સામે નવા બંધાતા સૌંદર્ય હાઇટ્સના કેમ્પસમાં પતરાના રૂમમાં રહેતા મુન્નાભાઇ પાંન્ડેનો ૧૩ વષીૅય પુત્ર આશુતોષ ગઇ કાલે બપોરે રૂમમાં ફાંસો લાગી જતા મોત થયુ હતું.
પોલીસ સુત્રો કહયુ કે આશુતોષ ગઇ કાલે બપોરે રૂમમાં ટી.વી. પર ક્રાઇમ પેટ્રોલ સિરીયલ જોતો હતો. ત્યારે સિરીયલમાં ફાંસા ખાધો હોવાનો સીન જોઇને તેનું તે અનુકરણ કરવા ગયો હતો. જેમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો લાગી જતા મોતને ભેટયો હતો. તે મુળ ઓરીસ્સાના ગંજામનો વતની હતો. તેના એક ભાઇ અને એક બહેન છે. તેના પિતા સાઇટ પર મજુરી કામ કરે છે. આ અંગે સરથાણા પોલીસે તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.