હવે શિયાળો પૂરો થયો અને ઉનાળાની ગરમી શરૂ થઈ છે. ઉનાળો આવતાની સાથે જ લોકો ફળોના રાજાની રાહ જોઈને બેઠા હોય છે, અને માર્ચ મહિનાના પ્રથમ અઠવાડિયામાં જ અથાણાંની કેરી લોકો ખરીદવાનું શરૂ કરી દે છે. પણ આ વખતે અથાણાં માટેની કેરીની સીઝન મોડી શરૂ થશે. અત્યારે સ્થાનિક બજારમાં કેરીનું આગમન તો થઈ ચૂક્યું છે પરંતુ ખાવાલાયક કેરી આવતા હજી એક મહિનો રાહ જોવી પડશે. ગત ચોમાસું લાંબુ રહ્યું અને ઠંડીને કારણે વાતાવરણમાં ભેજ રહ્યો. જેથી આંબાના પાકને અનૂકુળ આવતું સુકું વાતાવરણ મળ્યું નથી. તેથી માર્કેટમાં ખાવાલાયક કેરી મોડી જોવા મળશે. તડકો નીકળતા અને હવામાનમાં ગરમાવો આવતા કેરીને અનૂકુળ વાતાવરણ મળી રહ્યું છે.
જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાનાં વિસ્તારોમાં સૌથી વધુ કેરીનો પાક થાય છે અને આ વિસ્તારની કેરીઓ દેશ-વિદેશમાં મોકલવામાં આવે છે. પરંતુ આ વર્ષે અતિવૃષ્ટિ થઈ હતી જેને કારણે આંબા પર આવેલા મોરને નુકસાન થયું હતું. જેને કારણે આંબા પર બીજી વખત જ્યારે મોર આવ્યા ત્યાર બાદ કેરીનો પાક સફળ થયો હતો. એટલે કે, કેરી તેના નિયત સમય કરતાં એકાદ મહિનો મોડી પાકી હતી. જેથી બજારમાં આવતા પણ એકાદ મહિનાનો સમય લાગી શકે છે. જેના કારણે ખાવા માટેની કેસર અને હાફુસ પણ માર્કેટમાં મોડી જોવા મળશે.
આ વખતે કેરીના પાકમાં કોઈ પ્રકારનો રોગ જોવા મળ્યો નથી. સાથોસાથ ગુણવત્તા પણ સારી મળી રહેશે. સામાન્ય રીતે પથરાળ જમીન પર આ રીતે પાકતી કેરી ઝડપથી માર્કેટમાં આવે છે. પણ આ વખતે ખરાબ વાતાવરણને લીધે કેરીનો પાક મોડો ઉતરશે. વહેલી સવારે પુષ્કળ ઝાકળ અને ભેજ પડે છે. યોગ્ય સારસંભાળના અભાવે કેરીના બગીચામાં ભુક્કીછાળો નામનો રોગ આવે છે. જેને એક ફૂગથી ઓળખવામાં આવે છે. વરસાદને કારણે જમીન પોચી અને ભેજવાળી હોવાને કારણે કેમિકલની કોઈ ખાસ અસર થતી નથી.
ખેડૂતોના જણાવ્યા અનુસાર, આંબા પર નર અને નારી જાતિના એમ બંને પ્રકારના મોર આવે છે. વચ્ચે નારી પ્રજાતિ હોય છે જેની આસપાસ નર પ્રજાતિના મોર હોય છે. મધમાખી અને બીજી જીવાત મારફતે તે એકબીજાથી નજીક આવે છે. ત્યારબાદ પરાગરજનું નિર્માણ થાય છે. વાતાવરણને કારણે બંધારણ મોડું થતા કેરી માર્કેટ સુધી પહોંચતા થોડો વિલંબ થશે. એક ખેડૂતે જણાવ્યું હતું કે, ફેબ્રુઆરીના અંત સુધી ઠંડીની અસર જોવા મળી હતી. જ્યારે તડકો ધીમે ધીમે વધતા કેરી પર તેની સીધી અસર થઈ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, માત્ર સૌરાષ્ટ્ર ગુજરાત કે ભારતમાં નહીં પરંતુ સૌરાષ્ટ્રની કેરી દેશ-વિદેશમાં પણ મોકલવામાં આવે છે. ખાસ કરીને, સૌરાષ્ટ્રની કેસર કેરીની માંગ દરેક જગ્યા પર સૌથી વધુ જોવા મળે છે. હાલમાં કેરી રસિયાઓ બજારમાં કેરીના આગમનની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે. ત્યારે તેમને 1 મહિનો મોડી કરી મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.