ભાગેડુ વિજય માલ્યાને સુપ્રીમ કોર્ટે ફટકારી 4 મહિનાની જેલની સજા, આટલા રૂપિયાનો ફટકાર્યો દંડ

સુપ્રીમ કોર્ટે ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યા(Vijay Mallya)ને કોર્ટની અવમાનના બદલ 4 મહિનાની જેલની સજા(4 months imprisonment) ફટકારી છે અને રૂ.2000નો દંડ ફટકાર્યો છે. કેન્દ્ર સરકારે(Central…

સુપ્રીમ કોર્ટે ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યા(Vijay Mallya)ને કોર્ટની અવમાનના બદલ 4 મહિનાની જેલની સજા(4 months imprisonment) ફટકારી છે અને રૂ.2000નો દંડ ફટકાર્યો છે. કેન્દ્ર સરકારે(Central Government) સુપ્રીમ કોર્ટ(Supreme Court) પાસે આ કેસમાં વિજય માલ્યાને મહત્તમ સજા કરવાની માંગ કરી હતી. કેન્દ્રએ કહ્યું હતું કે, માલ્યાએ ન માત્ર વિદેશી ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવા અંગે કોર્ટને ખોટી માહિતી આપી હતી, પરંતુ છેલ્લા 5 વર્ષથી કોર્ટમાં હાજર ન રહીને આદેશોની અવમાનના પણ કરી હતી. 2017માં જ વિજય માલ્યાને સુપ્રીમ કોર્ટે તિરસ્કારના કેસમાં દોષિત જાહેર કર્યો હતા. પરંતુ હવે સુપ્રીમ કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ યુ યુ લલિત, જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ્ટ અને જસ્ટિસ સુધાંશુ ધુલિયાની બનેલી 3 જજોની બેન્ચે આ નિર્ણય આપ્યો હતો. વાસ્તવમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ કોર્ટના આદેશ છતાં બાકી રકમ ન ચૂકવવા બદલ વિજય માલ્યા વિરુદ્ધ અરજી દાખલ કરી હતી.

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ પાસે આ કેસમાં વિજય માલ્યાને મહત્તમ સજા કરવાની માંગ કરી હતી. કેન્દ્રએ કહ્યું હતું કે માલ્યાએ ન માત્ર વિદેશી ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવા અંગે કોર્ટને ખોટી માહિતી આપી હતી, પરંતુ છેલ્લા 5 વર્ષથી કોર્ટમાં હાજર ન રહીને આદેશોની અવમાનના પણ કરી હતી. બે હજારનો દંડ ન ભરે તો સજા વધુ બે મહિના લંબાવવામાં આવશે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે વિજય માલ્યાએ ક્યારેય કોર્ટની અવમાનના બદલ માફી માંગી નથી. સર્વોચ્ચ અદાલતે ભાગેડુ વેપારીને 4 અઠવાડિયાની અંદર વ્યાજ સાથે USD 40 મિલિયન પાછા જમા કરાવવા જણાવ્યું છે. આમ કરવામાં નિષ્ફળતા વિજય માલ્યાની મિલકતો જપ્ત કરવામાં પરિણમશે. કેન્દ્રીય તપાસ એજન્સીઓના અધિકારીઓ કાર્યવાહી કરવા માટે સ્વતંત્ર હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *