જો તમે દિવાળી(Diwali 2022) પર ફટાકડા ફોડવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે. જો વાત કરવામાં આવે તો રાષ્ટ્રીય રાજધાની દિલ્હી(Delhi) અને તેની આસપાસના વિસ્તારોમાં ફટાકડા પરનો પ્રતિબંધ(Fireworks ban) હાલ પૂરતો ચાલુ રહેશે. સુપ્રીમ કોર્ટે(Supreme Court) ફટાકડા પરનો પ્રતિબંધ હટાવવાની ના પાડી દીધી છે. જો કે સુપ્રીમ કોર્ટે કહ્યું કે દિવાળીની રજાઓ પહેલા આ મામલે સુનાવણી કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે પ્રદૂષણને લઈને દિલ્હી/એનસીઆર માટે વિશેષ આદેશ જારી કર્યા છે. અમારો ઓર્ડર એકદમ સ્પષ્ટ છે. સુપ્રીમ કોર્ટે આ અરજીને અન્ય અરજીઓ સાથે ટેગ કરવાનો આદેશ આપ્યો છે.
ભાજપના નેતા મનોજ તિવારીએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. જેમાં સુપ્રીમ કોર્ટે ફટાકડા પર લાદવામાં આવેલ પ્રતિબંધ હટાવવાની ના પાડી દીધી હતી. અરજીમાં ફટાકડા પરના પ્રતિબંધને સંસ્કૃતિ વિરુદ્ધ જણાવવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, મનોજ તિવારીએ પોતાની અરજીમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયને પડકાર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે આવતા વર્ષે 2 જાન્યુઆરી સુધી દિલ્હીમાં ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. બીજેપી નેતા મનોજ તિવારીએ પોતાની અરજીમાં આ નિર્ણયને સંસ્કૃતિ વિરુદ્ધ ગણાવ્યો હતો.
સોમવારે સુનાવણી કરતા જસ્ટિસ એમ.આર.શાહની ખંડપીઠે સ્પષ્ટ કર્યું કે તેઓ ફટાકડા પરનો પ્રતિબંધ હટાવશે નહીં. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે દિલ્હી NCR અંગે અમારો નિર્ણય એકદમ સ્પષ્ટ છે. શું તમે પ્રદૂષણની સ્થિતિ નથી જોઈ, સ્ટબલને કારણે પ્રદૂષણ વધવા લાગ્યું છે. તમે પોતે એનસીઆરમાં રહો છો, તો પછી તમે પહેલાથી જ વધી ગયેલું પ્રદૂષણ કેમ વધારવા માંગો છો. અમે આ પ્રતિબંધ ઉઠાવી શકતા નથી. તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણા સમયથી દિલ્હીમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ છે.
બીજેપી સાંસદ મનોજ તિવારીએ તેમની અરજીમાં આમ આદમી પાર્ટી (AAP) સરકારને આગામી તહેવારોની સીઝન દરમિયાન કાયદેસરના ફટાકડાના વેચાણ, ખરીદી અને ફોડવા અંગે નવી માર્ગદર્શિકા જારી કરવા માટે નિર્દેશ માંગ્યો હતો. આ સાથે તિવારીએ તમામ રાજ્યોને ફટાકડા વેચતા કે તેનો ઉપયોગ કરતા સામાન્ય લોકો સામે એફઆઈઆર નોંધવા જેવી કોઈ શિક્ષાત્મક કાર્યવાહી ન કરવા માટે નિર્દેશ પણ માંગ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.