દિલ્હીને જ નહી ગુજરાત સરકારને પણ સુપ્રીમ કોર્ટે આપી નોટીસ- પૂછ્યું ગુજરાતમાં ટેસ્ટ કેમ ઓછા કરો છો?

સમગ્ર દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. દેશમાં કોરોના મહામારીની સ્થિતિ પર સુપ્રિમ કોર્ટ પણ ધ્યાન રાખી રહી છે. ત્યારે દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના વધતા કેસ અને સતત ખરાબ થઈ રહેલી સ્થિતિ પર ગઈકાલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટએ આ મામલે દિલ્હીની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતાં રાજ્ય સરકારને પૂછ્યું કે, દિલ્હીમાં ટેસ્ટિંગ કેમ ઓછું થઈ રહ્યું છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને બરાબરની ખખડાવી હતી. કોરોનાના વધતા સંકટ, હોસ્પિટલોની સ્થિતિ, મૃતદેહો સાથે કરવામાં આવતા વ્યવહારને લઈને અદાલતે દિલ્હી સરકાર પાસે જવાબ પણ માંગ્યો હતો.

આ ઉપરાંત, સુપ્રીમ કોર્ટે ગુજરાત રાજ્ય અને એમાં પણ અમદાવાદ શહેરની કોરોનાને લઇને અતિ ખરાબ પરિસ્થિતિ અંગે ગુજરાત સરકારને પણ નોટિસ ફટકારી હતી. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને બરાબરની ખખડાવી હતી. સુપ્રીમ કોર્ટએ આ મામલે ગુજરાતની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતાં રાજ્ય સરકારને પૂછ્યું કે, ગુજરાતમાં ટેસ્ટિંગ કેમે ઓછું થઈ રહ્યું છે? અદાલતે ગુજરાત સહિતના 5 રાજ્યોને સરકારી હોસ્પિટલમાં દર્દીઓના મેનેજમેન્ટ અંગે ફટકાર લગાવી છે અને કોરોનાના ટેસ્ટિંગ વધુ પ્રમાણમાં કરવામાં આવે તેવી તાકીદ કરી છે.

ગુજરાતના અમદાવાદ શહેરમાં કોરોના કેસના વધતા પ્રકોપ વચ્ચે હવે સુપ્રીમ કોર્ટે પણ અમદાવાદના કોરોના સંકટને ધ્યાનમાં લઇને ગુજરાત સરકારને આ મુદ્દે નોટિસ ફટકારી છે. સર્વોચ્ચ અદાલતે મીડિયાના અહેવાલોના આધારે જણાવ્યું હતું કે, દેશમાં દિલ્હી, મહારાષ્ટ્ર, તમિલનાડુ, ચેન્નાઈ અને અમદાવાદમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. જયારે બીજી તરફ ટેસ્ટિંગ ઓછું થતું જાય છે. અત્રે નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટે સવારે આ મુદ્દે થયેલી સુનાવણીમાં ગુજરાતનો ઉલ્લેખ નહોતો જયારે તેમણે પબ્લીશ કરેલા ઓર્ડરમાં તેમણે ગુજરાતનો પણ સમાવેશ કરી લીધો છે.

સુપ્રીમ કોર્ટે 5 રાજ્યોના ચીફ સેક્રેટરી પાસેથી જવાબ મંગાવ્યો

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ 5 રાજ્યો તેમની સરકારી હોસ્પિટલમાં દાખલ કોરોનાના દર્દીઓના મેનેજમેન્ટ મુદ્દે તાત્કાલિક પગલાં ભરે અને તેમણે કયા પગલાં લીધા છે તેનો વિગતવાર રિપોર્ટ અદાલતને આપે જેથી અદાલત આ મુદ્દે આગળ આવતી સુનાવણીમાં નિર્દેશો આપી શકે.

સુપ્રીમ કોર્ટે ટેસ્ટિંગ મુદ્દે આપ્યું મહત્વનું નિવેદન 

સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવતા કહ્યું છે કે, તમામ રાજ્યોમાં તાત્કાલિક ધોરણે સરકારી અને ખાનગી લેબમાં ટેસ્ટિંગનું પ્રમાણ વધારવામાં આવે. જે દર્દીઓને ટેસ્ટિંગ કરાવવું છે તેઓને કોઈ કાયદાકીય ધોરણે રોકવા ન જોઈએ અને ટેસ્ટિંગની પ્રક્રિયા સરળ બનાવીને વધુ ને વધુ ટેસ્ટિંગ કરવું જોઈએ. પોઝિટિવ કેસીસની સંખ્યા ઓછી બતાવવા માટે ટેસ્ટિંગની સંખ્યા ઘટવી ન જોઈએ.

અદાલતે દિલ્હીની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી

દેશમાં આજે કોરોના દર્દીઓની સારવારમાં અને મોત બાદ દર્દીના મૃતદેહના અંતિમ સંસ્કાર સુધી ખૂબ જ પશુઓ જેવો વર્તાવ થઈ રહ્યાનું ધ્યાને પડતા આ બાબતની સુનાવણી કરી હતી. કોર્ટે કહ્યું કે, કોરોનાના દર્દીઓ સાથે જાનવરોથી પણ વધારે ખરાબ વ્યવહાર કરાઈ રહ્યો છે. અને ડેડબોડી કચરામાં મળી રહ્યા છે. કોર્ટે આ મામલામાં ચાર રાજ્યો પાસે રિપોર્ટ માગ્યા છે.

કોરોનાના દર્દીઓના શબો સાથે ખરાબ અને અમાનવીય વ્યવહાર ઉપર પણ સુપ્રીમ કોર્ટે દિલ્લી સરકાર ઉપર આકરી ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે દિલ્હી સરકારને ફટકાર લગાવતાં કહ્યું કે, દેશની રાજધાનીમાં અને તેની હૉસ્પિટલોનો બહુ ખરાબ હાલ છે. દિલ્હીની હૉસ્પિટલોમાં ગૃહ મંત્રાલય તરફથી જાહેર નવી ગાઇડલાઇનનું પાલન નથી કરવામાં આવતું. હૉસ્પિટલો શબોની સાચવણી અને તેનો નિકાલ કેન્દ્ર સરકાર તરફથી ઘડવામાં આવેલા નિયમો મુજબ નથી કરી રહ્યા.

અદાલતે દિલ્હીની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરીને સરકારને પૂછ્યું કે, દિલ્હીમાં ટેસ્ટિંગ ઓછા કેમ થઇ ગયા છે ? આ સિવાય અદાલતે મૃતદેહની સાચવણી મુદ્દે પણ સરકારને ઝાટકી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે દિલ્હીમાં ટેસ્ટિંગ 7000થી ઘટીને 5000 પર પહોંચી ગયા છે. દિલ્હી ને ચેન્નઈ જેવા શહેરો આજની તારીખમાં 15-17 હજાર ટેસ્ટ કરી રહ્યા છે ત્યારે દિલ્હીમાં માત્ર પાંચ હજાર ટેસ્ટ જ થઇ રહ્યા છે. મૃતદેહ સાથે કેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે, પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. દર્દીઓની લાશ કચરામાંથી મળી રહી છે, હોસ્પિટલમાં દર્દીઓ મરી રહ્યા છે અને તબીબો જોવા તૈયાર નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *