ગુજરાત(Gujarat): સુપ્રીમ કોર્ટે પાટીદાર અનામત આંદોલન(Patidar Anamat Andolan) દરમિયાન થયેલા તોફાનો અને આગચંપીની અપીલ પર ચુકાદો ન આવે ત્યાં સુધી હાર્દિક પટેલ(Hardik Patel)ની સજા પર રોક લગાવી દીધી છે. તેમણે એમ પણ કહ્યું કે હાઈકોર્ટે પણ સજા પર સ્ટે મુકવાની જરૂર હતી. હાર્દિક પટેલ અને કોંગ્રેસ(Congress) માટે રાહતના સમાચાર આવ્યા છે. હાર્દિક માટે હવે ચૂંટણી લડવાનો રસ્તો સાફ થઈ ગયો છે.
હાર્દિક પટેલે મીડિયા સાથે થયેલી વાતચીતમાં કહ્યું હતું કે, હવે તે 2022ની વિધાનસભા ચૂંટણી અને 2024ની લોકસભા ચૂંટણી લડશે. ત્યારે જોવાનું એ રહ્યું કે, હાર્દિક પટેલ આગામી સમયમાં ચુંટણીમાં ઝંપલાવશે કે નહિ.
અત્રે ઉલ્લેખનીય છે કે, વિસનગર રમખાણ કેસમાં કોર્ટે હાર્દિકને બે વર્ષની જેલની સજા ફટકારી હતી. હાર્દિક હાલમાં જામીન પર બહાર છે, પરંતુ દોષીત હોવાને કારણે ચૂંટણી લડી શકે નહીં. અને આ જ કારણ છે કે હાર્દિક તેની સજા પર રોક લગાવવા માંગે છે જેથી તે ચૂંટણી લડી શકે. આ કેસમાં કોર્ટે હાર્દિક પટેલ, લાલજી પટેલ અને એકે પટેલને બે-બે વર્ષની સજા ફટકારી હતી. જ્યારે 14 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. 23 જુલાઈ 2015ના રોજ પાટીદાર અનામત આંદોલન દરમિયાન રમખાણો થયા હતા.
2015માં આ આંદોલન હિંસક બન્યું હતું, જેમાં 14 પાટીદારોના જીવ ગયા હતા. 2015 માં, હાર્દિક પટેલ અને અન્ય કેટલાક યુવાનોની આગેવાનીમાં પાટીદાર સમાજે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે સભા યોજી હતી. તેમણે પાટીદારોને અનામત આપવાની માંગ કરી હતી. આ સમયે હાર્દિક પટેલની રેલી બાદ સમગ્ર ગુજરાતમાં હિંસા ફાટી નીકળી હતી, જેમાં 14 પાટીદાર યુવાનોના જીવ ગયા હતા. ગુજરાતની પૂર્વ સીએમ આનંદીબહેનની સરકાર ઓબીસી હેઠળ પાટીદારોને અનામત આપવાની માંગને લઈને દબાણમાં આવી ગઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.