મહિલા જાગૃતિ અને સ્વરક્ષણ માટે સુરક્ષા સેતુ કાર્યક્રમનું આયોજન કરતી કતારગામ પોલીસ

રાજ્યની યુવતીઓ- મહિલાઓ સ્વરક્ષણ માટે સક્ષમ થાય તે માટે તાલિમ આપવાની યોજના અંતર્ગત સુરક્ષા સેતુ સોસાયટીનો રથ રાજ્યના અલગ અલગ વિસ્તારમાં ફરતો હોય છે અને…

રાજ્યની યુવતીઓ- મહિલાઓ સ્વરક્ષણ માટે સક્ષમ થાય તે માટે તાલિમ આપવાની યોજના અંતર્ગત સુરક્ષા સેતુ સોસાયટીનો રથ રાજ્યના અલગ અલગ વિસ્તારમાં ફરતો હોય છે અને સ્થાનીક પોલીસ દ્વારા શાળા, કોલેજ, માર્કેટ જતી બહેનો માટે તાલીમ સેમીનાર, ગુડ ટચ બેડ ટચની વાતો કરીને જાગૃત કરવાનું કાર્ય કરવામાં આવે છે. આ અંતર્ગત સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવી પહોચેલા સુરક્ષાસેતુ રથનો લોકજાગૃતિ કાર્યક્રમ કસ્તુરબા વિદ્યાભવનમાં રાખવામાં આવેલો જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ અને તેમના વાલીઓએ માર્ગદર્શન લીધું હતું.

કતારગામ પોલીસ ઇન્ટસપેક્ટરશ્રી બી ડી ગોહિલ દ્વારા સેતુ રથ દ્વારા પોલીસ અને પ્રજા કેવી રીતે મિત્ર બનશે તેની સમજ આપી હતી. કતારગામ પોલીસ દ્વારા સેવાસેતુ રથ શાળા, માર્કેટ વિસ્તારમાં ફેરવીને મહિલાઓને સ્વરક્ષણ અને તકેદારીની વાત કરી હતી. ગુજરાત સરકાર દ્વારા ચલાવાતી મહિલાઓ માટેની વિવિધ યોજનાની માહિતી આપવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં નવ્યા એજ્યુકેશન ટ્રસ્ટના ધીરુ માંડવીયા અને ટ્રસ્ટના મહિલા કાર્યકર્તાઓએ પણ વિદ્યાર્થીનીઓને પોલીસ અને પ્રજા વચ્ચેનું અંતર દુર થાય તે માટે યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *