સુરતમાં રસ્તા વચ્ચે અચાનક વાનમાં ભભૂકી ઉઠી આગ – જુઓ વિડીયો

રાજ્યમાં અવાર-નવાર કોઈને-કોઈ જગ્યાએ આગની ઘટનાઓ સામે આવતી રહે છે ત્યારે આજે ફરી એક વખત સુરતના અડાજણ વિસ્તારમાંથી આવી જ એક ઘટના સામે આવી છે. ગુરૂવારની રાત્રે કાપોદ્રા વિસ્તારમાં આવેલા ઉતરાણ બ્રિજ પર કારમાં આગ લાગે છે. જેમાં કારમાં સવાર સિફ્તપૂર્વક નીચે ઉતરી જતા બચાવ થયો છે. શુક્રવારે સવારે અડાજણ વિસ્તારમાં આવેલા દીપા કોમ્પલેક્સ સામે વાનમાં આગ લાગી જાય છે. જેમાં કોઈ ઈજા જાનહાનિ નોંધાઈ નથી.

આગ લાગતાની સાથે જ ઘટના સ્થળ ઉપર લોકોની ભીડ જમા થઈ ગઈ હતી. જેમાંથી કોઈ વ્યક્તિ દ્વારા ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડને જાણ થતાની સાથે જ ઘટના સ્થળ ઉપર પહોચીને આગ પર પાણીનો મારો ચલાવી કાબૂ મેળવી લીધો છે. શોર્ટ સર્કિટ અને ગેસ લિકેઝથી આ દુર્ઘટના સર્જાઈ હોવાનું પ્રાથમિક તબક્કે કહેવામાં આવી રહ્યું છે.જો કે, આગમાં બળીને બન્ને બનાવમાં કાર ખાક થઈ ગઈ છે.

અડાજણમાં વાન બળીને ખાક
અડાજણ વિસ્તારમાં આવેલા દીપા કોમ્પ્લેક્સ ચાર રસ્તા પાસે સવારે 11 વાગ્યા આસપાસ એક વાન રસ્તા પર સળગી ગઈ હતી.આગ લાગ્યાની જાણ થતાં જ કારમાં સવાર નીચે ઉતરી ગયા હતાં. બાદમાં સ્પાર્કથી લાગેલી આગે સમગ્ર કારને ઝપેટમાં લઈ લીધી હતી. જેથી કારની જવાળા ઉંચે સુધી પહોંચી હતી. ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.

આ પહેલા પણ ૨ દિવસ પહેલા જ સુરતના કાપોદ્રા પાસે ગાડીમાં આગની ઘટના બની હતી. કાપોદ્રા ઉતરાણ બ્રિજ પર ગુરુવારની રાત્રે એક ફોર વ્હીલ કારમાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી. જોજે આગ ની જાણ થતાં જ કાર ચાલક રોડ બાજુએ કાર પાર્ક કરી બહાર દોડી ગયો હતો. ફાયર વિભાગે જણાવ્યું હતું કે, કાર દિપક હરિયાણીની હોવાનું અને કાર નંબર GJ21AA 5661 હોવાનું જાણવા મળ્યું છે.

અત્રે ઉલેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ સુરતમાં આવેલ લિંબાયત વિસ્તારના નારાયણ નગર પાસેના કોમર્શિયલ જગ્યામાં પાર્ક આઠ-દસ જેટલી ગાડીઓમાં અચાનક આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઇ હતી. ઘટનાની જાણ બાદ ફાયર બ્રિગેડ ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. ખુલ્લા પ્લોટમાં પોલીસ દ્વારા મુકાયેલી ગાડીઓમાં આગ લાગતાં 8 જેટલા વાહનો બળીને ખાક થયા છે. ફાયરબ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે. જોકે, સદનસીબે કોઈ ઈજા જાન હાનિ નોંધાઈ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *